• Home
  • News
  • રશિયામાં પીએમ મોદીના પ્રિય મિત્ર પુતિનનો દબદબો, 88 ટકા વોટ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી ભવ્ય જીત
post

પુતિને સતત જીત મેળવીને જોસેફ સ્ટાલિનનો સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રાધ્યક્ષ તરીકેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-18 18:20:11

મોસ્કો: PM મોદીના પ્રિય મિત્ર વ્લાદિમીર પુતિન સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. 15-17 માર્ચના રોજ યોજાયેલા મતદાનમાં તેમને 87.97 એટલે કે 88 ટકા મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલે ખારીતોનોવને 4% મત મળ્યા હતા. વિરોધી વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનીદ સ્લટસ્કી ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા છે. પરિણામ જાહેર થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે. તેમણે રશિયા-નાટો વિવાદ અંગે પણ ચર્ચા કરી હતી. પુતિને કહ્યું- જો અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય સંગઠન નાટો અને રશિયા સામ-સામે આવશે, તો દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધથી એક પગલું દૂર હશે. મને નથી લાગતું કે કોઈને આવું કરવા માગશે. રશિયામાં વર્ષ 1999થી પુતિનનું શાસન છે.


2000માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા
પુતિન વર્ષ 2000માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ 2008 સુધી આ પદ પર રહ્યા હતા. 2012માં તત્કાલીન રાષ્ટ્રપતિ મેદવેદેવે તેમની પાર્ટીને પુટિનને ફરીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવા કહ્યું. આ પછી પુતિન 2012ની ચૂંટણી જીતીને સત્તામાં પાછા ફર્યા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે.


પુતિને સ્ટાલિનનો રેકોર્ડ તોડ્યો:

પુતિન 1999થી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે. અને આ વખતની ચૂંટણી જીતીને તેમણે એક રેકોર્ડ બનાવ્યો છે. પુતિને આ જીતની સાથે રશિયાના પૂર્વ સરમુખત્યાર જોસેફ સ્ટાલિનનો સૌથી લાંબા સમય સુધી દેશ પર શાસન કરવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post