• Home
  • News
  • આકાશમાં ટ્રાફિકજામ:સૌથી સંક્રમિત દેશ અમેરિકામાં દર કલાકે 7 હજાર વિમાનોનું ટેક-ઑફ
post

63 લાખ લોકો રવિવાર સુધી હવાઈ સફર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:17:02

અત્યાર સુધી તમે રસ્તા પર ટ્રાફિક જામ જોયો હશે પરંતુ અમેરિકામાં આ અઠવાડિયે આકાશમાં પણ જામ રહેશે. હકીકતમાં અમેરિકામાં ગુરુવારે થેંક્સ ગિવિંગ ડે મનાવાશે. તેથી લાખો લોકો રજાઓ લઈને ફરવા નીકળ્યા છે. આ કારણસર દર કલાકે આશરે સાત હજાર વિમાન ઉડાન ભરી રહ્યાં છે. સિવિલ એવિયેશન ઓથોરિટી પ્રમાણે, બુધવાર સુધી 15 લાખ લોકો હવાઈ સફર કરી ચૂક્યા છે.

રવિવાર સુધી આશરે 63 લાખ લોકો હવાઈ સફર કરશે. કોરોનાકાળ હોવા છતાં દર કલાકે ઊડી રહેલાં સાત હજાર વિમાનોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. દુનિયાનાં 65% વિમાનો અમેરિકામાં ઊડી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે, થેંક્સ ગિવિંગ હેઠળ 48 લાખ લોકો ખાનગી વાહનો અને 3.50 લાખ લોકો ટ્રેનોમાં સફર કરશે.

1621માં 90 ભારતીયો સાથે થેંક્સગિવિંગ ડે મનાવાયો હતો
થેંક્સ ગિવિંગ નેશનલ હોલિડે છે. તેને જીવનની ખુશહાલી અને સારપ માટે ઈશ્વરને ધન્યવાદ આપવા મનાવાય છે. અમેરિકનો આ દિવસોમાં પરિવાર સાથે ભોજન કરવા ભેગા થાય છે. આ ફેસ્ટિવલને સૌથી પહેલાં 50 તીર્થયાત્રી અને 90 ભારતીય સાથે ઈસ. 1621માં મનાવાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post