• Home
  • News
  • કોરોનાથી નબળી પડેલી ઈકોનોમીને ઉપર લાવવા ભારતે વિશ્વનું 5મુ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું
post

ભારતનું આર્થિક પેકેજ ટકાવારીમાં અમેરિકા કરતાં માત્ર 3% ઓછુ, ચીનથી અઢી ગણું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 10:47:54

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડતના ભાગ રૂપે અને દેશના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ ભારતના અંદાજીત GDP રૂ. 200 લાખ કરોડ (2.6 ટ્રિલિયન ડોલર)ના 10% જેટલું થાય છે. કોવિડ-19થી સમગ્ર વિશ્વના અર્થતંત્રને ફટકો પડ્યો છે અને અમેરિકા સહિતના દેશોએ પોતાના અર્થતંત્રને બચાવવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. અત્યાર સુધી જે પેકેજ જાહેર થયા છે તે પ્રમાણે જાપાને 1 ટ્રિલિયન ડોલરનું પેકેજ આપ્યું છે જે તેની GDPના 21.1% જેટલું થાય છે. ટકાવારીની રીતે ગ્લોબલી આ સૌથી મોટું પેકેજ છે. ત્યારબાદ અમેરિકાએ GDPના 13% જેટલું 2 ટ્રિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.

ભારતે વિશ્વનું 5મુ સૌથી મોટું આર્થિક સહાય પેકેજ આપ્યું
ફોર્બ્સની યાદી જોઈએ તો અત્યાર સુધીમાં જે દેશોએ રાહત પેકેજ જાહેર કર્યા છે તેમાં આજની જાહેરાત બાદ ભારત ટકાવારીની રીતે વૈશ્વિક સ્તરે પાંચમાં સ્થાને છે. અત્યાર સુધી ભારત ટોપ-10ની યાદીમાં નહોતું આવ્યું. ટકાવારીની રીતે જોઈએ તો આ પેકેજ અમેરિકા કરતાં માત્ર 3% ઓછુ છે જયારે જ્યાંથી કોરોનાની શરૂઆત થઇ છે તેવા ચીન કરતાં ભારતનું પેકેજ અંદાજે 2.5 ગણું મોટું છે. ચીને તેના GDPના 3.8% રાહત પેકેજની ઘોષના કરી છે.

યુરોપના ઘણા રાષ્ટ્રો કરતાં પણ ભારતનું પેકેજ મોટું
અત્યાર સુધી જે પણ પેકેજ જાહેર થયા છે તે પ્રમાણે યુરોપના ઘણા દેશોનું પેકેજ ટકાવારીની દ્રષ્ટ્રીએ ભારત કરતા ઓછુ છે. યુનાઇટેડ કિંગડમ અથવા બ્રિટન દ્વારા 5% પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જયારે ઇટલી 5.7%, સ્પેન 7.3% અને ફ્રાન્સે તેના GDPના 9.3% આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેની સામે ભારતે આજે કુલ 10%ના પેકેજની જાહેરાત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post