• Home
  • News
  • WHOને ભરોસો, કહ્યુ-પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકે છે ભારત
post

ભારતમાં સ્થિતિ ખરાબ નથી થઈ અને સરકાર પણ કડક પગલા ભરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 12:07:39

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત પાસે આશા વ્યક્ત કરી છે. સોમવારે WHOના કાર્યકારી નિર્દેશક ડોક્ટર માઈકલ જે રેયોને કહ્યું કે ચીનની જેમ ભારત વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેના દૂરગામી પરિણામ એ વાત ઉપર નિર્ભર કરે છે કે વધુ વસ્તુ ધરાવતા દેશ શું પગલા ભરે છે. એ ખૂબજ જરૂરી છે કે ભારત લોકોના સ્વાસ્થ્ય માટે જે આક્રમક નિર્ણયો લે છે તે ચાલું રાખે.


તેઓએ ભારત પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે ભારતે સ્મોલ પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું. ભારતમાં ખૂબ જ ક્ષમતા છે, બધા દેશમાં ખૂબ ક્ષમતા છે.


નોંધનીય છે કે આ લખાય છે ત્યા સુધીમાં કોરોના વાઈરસે વિશ્વભરમાં 16462 લોકોના જીવ લઈ લીધા છે અને 3 લાખ 75 હજારથી વધારે પોઝિટિવ કેસ છે. ભારતમાં સ્થિતિ ખરાબ નથી થઈ અને સરકાર પણ કડક પગલા ભરી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post