• Home
  • News
  • IMFની ચેતવણી:બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ GDP ભારતથી વધી ગઈ, લોકડાઉને ભારતીય અર્થતંત્રને ગંભીર ફટકો માર્યો છે, આગળનો રસ્તો પણ પડકારજનક
post

શ્રીલંકા પછી દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ અર્થવ્યવસ્થા ભારતની હોઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 11:32:09

પછાત દેશોમાં ગણાતા બાંગ્લાદેશ પર કૈપિટા(પ્રતિ વ્યક્તિ)GDP ભારતની પ્રતિ વ્યક્તિ GDP કરતાં વધુ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ આ માહિતી આપી છે. IMFએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ GDP 1,888 ડોલર (લગભગ 1,38,400 રૂપિયા) છે, જ્યારે ભારતમાં એ 1,877 ડોલર(લગભગ 1,37,594 રૂપિયા) છે.

IMFએ આ સાથે એવું પણ કહ્યું હતું કે 2021માં ભારત આમાં આગળ થઈ જશે. 2021માં ભારતમાં પ્રતિ વ્યક્તિ GDP 1 લાખ 48 હજાર 190 રૂપિયા હશે, જ્યારે બાંગ્લાદેશના લોકોની GDP 1 લાખ 45 હજાર 270 રૂપિયા હશે. હાલ ભારતમાં એક લાખ 37 હજાર 21 રૂપિયા જ્યારે બાંગ્લાદેશમાં એક લાખ 37 હજાર 824 રૂપિયા પ્રતિ વ્યક્તિ GDP છે. આ આંકડો એક ડોલર પર 73 રૂપિયાના આધારે છે.

પહેલા ત્રિમાસિકનાં પરિણામોએ ખરાબ અસર કરી છે
IMF
એ કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકનાં પરિણામોએ ભારતની અર્થવ્યવસ્થા પર માઠી અસર કરી છે. એવું લાગે છે કે આવનારા દિવસોમાં એની મુશ્કેલી ઓછી નહીં થાય. ભારતની અર્થવ્યવસ્થાનો રસ્તો પડકારજનક છે. IMFના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક પર નજર કરીએ તો કંઈક આવું જ જોવા મળે છે. IMFના રિપોર્ટ પ્રમાણે, દેશની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ થવાની છે. તેની પ્રતિ વ્યક્તિ GDP બાંગ્લાદેશથી પણ નીચે જશે અને આ બધી લોકડાઉનની અસર છે.

GDPમાં આ વર્ષે 10 ટકાનો ઘટાડો નોંધાયો છે
આ વર્ષે ભારતની પ્રતિ વ્યક્તિ GDPમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ GDPમાં 4 ટકાનો વધારો છે. પ્રતિ વ્યક્તિ GDPના મામલામાં ભારત થોડાંક વર્ષ પહેલાં સુધી બાંગ્લાદેશથી ઘણો ઉપર હતો, પરંતુ દેશમાં ઝડપથી નિકાસને કારણે ઘણો ફરક પડ્યો છે. આ ઉપરાંત વચ્ચેના સમયગાળા દરમિયાન જ્યારે ભારતની બચત અને રોકાણ સુસ્ત હતાં ત્યારે બાંગ્લાદેશે તેમાં બાજી મારી લીધી.

માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતાં આગળ રહી જશે ભારત
જો IMFનો અંદાજ સાચો પડશે તો ભારત પોતાના ક્ષેત્રમાં GDPના મામલામાં માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતાં જ આગળ રહી શકશે. જેનો અર્થ છે કે દક્ષિણ એશિયામાં ભુતાન, શ્રીલંકા, માલદીવ અને નિશ્વિત રીતે બાંગ્લાદેશ ભારતથી આગળ હશે. એક તરફ જ્યાં ભારતનું પર્ફોર્મન્સ નીચે જઈ શકે છે ત્યાં નેપાળ અને ભુતાનની અર્થવ્યવસ્થા આ વર્ષે વધે તેવી આશા છે.

RBIના અંદાજ કરતાં વધુ IMFનું અનુમાન છે
ભારત માટે IMFનું અનુમાન RBIના 9.5%ના અનુમાનથી પણ ખરાબ છે. આ વિશ્વ બેન્કના પહેલાંના અનુમાનની તુલનામાં પણ નિરાશાજનક છે. વિશ્વ બેન્કના નાણાકીય વર્ષ 2021માં ભારતની GDPમાં 9.6%ના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્પેન અને ઈટલી પછી ભારતની GDPમાં 10.3%નો ઘટાડો દુનિયાની ત્રીજો સૌથી મોટો ઘટાડો છે.

સૌથી મોટો ઘટાડો
IMF
ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકાસશીલ દેશ અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વચ્ચે આ સૌથી મોટો ઘટાડો હશે. IMFએ રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન સિવાય અને વિકસિત અર્થવ્યવસ્થાઓમાં 2020માં 5.7 ટકાનો ઘટાડો થશે. રિપોર્ટમાં ઈન્ડોનેશિયા જેવા દેશોમાં વાઈરસ ફેલાવાથી થતાં જોખમને પણ જણાવ્યું છે. આ દેશોની અર્થવ્યવસ્થાઓ પર્યટન અને ચીજવસ્તુઓ જેવા સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર પર નિર્ભર છે.

1990-91ની તુલનામાં વધારે ઘટાડો
રિપોર્ટ સાથે હાલના આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે 2020માં ભારતીય અર્થવ્યવસ્થા 1990-91ના સંકટ પછીથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા પછી ભારતના દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ અર્થવ્યવસ્થા હોવાની શક્યતા છે. જોકે IMFના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2021માં ભારતમાં રિકવરી પણ ઝડપથી થશે જે GDPમાં એક વખત ફરી ભારતને બાંગ્લાદેશ કરતાં આગળ કરી દેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post