• Home
  • News
  • ભારતે UN માં ઉઠાવ્યો ડ્રોન હુમલાનો મુદ્દો, કહ્યું- નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ
post

જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના ષડયંત્રનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગૂંજ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-29 11:45:07

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના ષડયંત્રનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગૂંજ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે વ્યૂહાત્મક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવના પર વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. 

ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે આજે આતંકવાદના પ્રચાર અને કેડરની ભરતી માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થઈ રહ્યો છે. આતંકવાદને ફંડિંગ માટે નવી ચૂકવણી વિધિઓ અને ક્રાઉડફંડિગ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે અને આતંકીઓ હવે ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. 

વીએસકે કૌમુદીએ કહ્યું કે ઓછા ખર્ચવાળો વિકલ્પ હોવાના કારણે આતંકીઓ ડ્રોનનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. ડ્રોન દ્વારા આતંકીઓ હથિયાર કે વિસ્ફોટકો એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી રહ્યા છે, જે દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે જોખમ અને પડકાર બની ગયો છે. 

ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ કૌમુદીએ કહ્યું કે રણનીતિક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્ધ હથિયારબંધ ડ્રોનના ઉપયોગ પર ધ્યાન આપવાની જરૂર છે. અમે સરહદ પારથી હથિયારોની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ કરનારા આતંકીઓને જોયા છે. 

પીએમ મોદીની આજે સાંજે ઉચ્ચસ્તરીય બેઠક
આજે સાંજે 4 વાગે એક હાઈ લેવલની બેઠક યોજાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. કહેવાય છે કે આ બેઠકમાં જમ્મુ એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને લઈને ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા સંલગ્ન મોટા અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post