• Home
  • News
  • UNમાં પાકિસ્તાનના 5 જુઠ્ઠાંણા ઉજાગર:ભારતે કહ્યું- પાકિસ્તાનના એ નિવેદન પર હસુ આવે છે કે આપણે તેમની વિરુદ્ધ ભાડાંના આતંકીઓ રાખ્યા છે
post

સંયુક્ત રાષ્ટ્ર સ્થિત ભારતીય મિશને 5 ટ્વિટ કરીને પાકિસ્તાનના 5 જુઠ્ઠાણાં ઉજાગર કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 11:58:50

પાકિસ્તાન મિશન તરફથી યુનાઈટેડ નેશન્સ(UN)માં બોલવામાં આવેલા જુઠ્ઠાણાઓનો મુદ્દો ભારતે સોમવારે ઉઠાવ્યો છે. યુએન સ્થિત ભારતીય મિશને તેના ટ્વિટમાં પાકિસ્તાનના એ દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે તેની વિરુદ્ધ ભાડેથી આતંકીઓ રાખ્યા છે.

ભારતીય મિશને એક નિવેદનમાં કહ્યું અમે પાકિસ્તાની મિશનના સંયુક્ત રાષ્ટ્રમાં આપવામાં આવેલા એ નિવેદનને જોયું, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાતો પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહી હતી. અમે એ સમજવામાં નિષ્ફળ રહ્યાં છે કે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિએ તેનું નિવેદન ક્યાં આપ્યું, કારણ કે સુરક્ષા પરિષદ સત્ર આજે બિન સભ્યો માટે ખુલ્લુ જ ન હતું. ભારતીય મિશને આગળ કહ્યું કે નિવેદનમાં પાકિસ્તાનના પાંચ મોટા જુઠ્ઠાણાઓનો ખુલાસો થયો છે.

પ્રથમ જુઠ્ઠાણું
પાકિસ્તાને દાવો કર્યો કે અમે દશકાથી સીમા પારથી ફેલાવવામાં આવી રહેલા આતંકવાદથી પીડિત છે. તેના આ દાવાને ફગાવતા ભારતીય મિશને કહ્યું કે જુઠ્ઠું 100 વખત રિપીટ કરવાથી તે સત્ય થઈ જતું નથી. ભારતની વિરુદ્ધ સીમા પારથી આતંકવાદ ફેલાવનાર હવે પોતે ભારત તરફથી ફેલાવવામાં આવતા આતંકવાદનો શિકાર હોવાનું કહીને ઢોંગ કરી રહ્યું છે.

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામાં આવેલું આતંકીઓનું સૌથી મોટું આશ્રયસ્થાન છે. તેમાંથી ઘણાનો પાકિસ્તાનમાં દબદબો છે. પાકિસ્તાનના વડાપ્રધાને 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમના દેશમાં 40થી 50 હજાર આતંકીઓ છે.

બીજું જુઠ્ઠાણું
ભારતે કહ્યું દાવો છે કે પાકિસ્તાને અલકાયદાને તેની જગ્યાએથી હટાવી દીધું છે. પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને ખ્યાલ નથી કે ઓસામા બિન લાદેન તેમના જ દેશમાં છુપાયો હતો અને અમેરિકાની સેનાને તે પાકિસ્તાનમાં જ મળ્યો હતો. શું તેમણે એ સાંભળ્યું નથી કે પાકિસ્તાનના વડાપ્રધાન લાદેનને શહીદ કહે છે.

ત્રીજું જુઠ્ઠાણું
ભારતીય મિશને કહ્યું કે પાકિસ્તાનના એ દાવા પર હસુ આવે છે કે અમે તેમની વિરુદ્ધ ભાડાના આતંકીઓ રાખ્યા છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે આ દાવો એવો દેશ કરી રહ્યો છે, જે સીમા પારથી આતંકવાદ ફેલાવવા માટે જાણીતો છે. જેણે વિશ્વને પીડિત કર્યું છે. જેણે પોતાના પરાક્રમોથી વિશ્વને પરેશાન કર્યું છે.

ચોથુ જુઠ્ઠાણું
ભારતીય મિશને 1267 પ્રતિબંધોના લિસ્ટમાં ભારતીયોના સામેલ થવાના પાકિસ્તાનના દાવાને ફગાવ્યો છે. ભારતે કહ્યું કે 1267 પ્રતિબંધોની યાદી બધાની નજર સમક્ષ છે. વિશ્વ જોઈ શકે છે કે તેમાંથી કોઈ પણ વ્યક્તિ તેમાં નથી. 1267 સમિતિ સબુતોના આધાર પર કામ કરે છે, તે ધ્યાન બીજી દિશામાં દોરે તેવી અટકળબાજી વાળા આરોપોને ગણકારતી નથી.

પાંચમું જુઠ્ઠાણું
ભારતીય મિશને કહ્યું પાકિસ્તાન ભારતના અંદરના મામલાઓને લઈને હાસ્યાસ્પદ વાતો કરે છે. તે એવો દેશ છે જેની લધુમતી વસ્તી 1947થી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તે આજે લગભગ 3 ટકા છે. પાકિસ્તાન કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના કલ્યાણ માટે કરવામાં આવી રહેલા કામો વિશે ખોટા આરોપ લગાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post