• Home
  • News
  • નગરોટા એન્કાઉન્ટર:ભારતે પાકિસ્તાન અધિકારીને કહ્યું- આતંકવાદીઓના સમર્થનની નીતિ બંધ થાય, આતંકવાદી ગ્રુપોનો સફાયો કરો
post

પાકિસ્તાનના હેન્ડલર પાસેથી સંદેશ મળી રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 16:22:53

નગરોટા એન્કાઉન્ટરના બે દિવસ પછી શનિવારે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. બે વાક્યમાં કહેવાયું હતું કે પાકિસ્તાન આતંકીઓને સમર્થન કરવાની નીતિ બંધ કરે. આતંકી ગ્રુપ પાકિસ્તાનમાં છે. ત્યાંથી બીજા દેશોમાં ઓપરેટ કરે છે. પાક સરકાર પોતાની જમીન પરથી આતંકી ગ્રુપોનો સફાયો કરે.

ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનરને કહ્યું હતું કે શરૂઆતના રિપોર્ટમાં સ્પષ્ટ છે કે નગરોટામાં જે આતંકી માર્યા ગયા છે તેનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે હતો. જૈશ 2019માં પુલવામા સહિત ભારતમાં ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ છે. નગરોટામાં આતંકીઓ પાસે જે સામાન મળ્યો છે એ સ્પષ્ટ કરે છે કે આ ચૂંટણીની પ્રક્રિયામાં અવરોધ ઊભું કરવાનું ષડયંત્ર હતું.

પાકિસ્તાનના હેન્ડલર પાસેથી સંદેશ મળી રહ્યા હતા
જમ્મુ-કાશ્મીરના નગરોટામાં 19 નવેમ્બરના રોજ થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકી માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાનમાં રહેલા હેન્ડલર સાથે ચેટ કરી રહ્યા હતા. અહીંથી તેમને આદેશ આપવામાં આવી રહ્યા હતા. આતંકીઓના મોબાઈલમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે.

આ પહેલાં સુરક્ષાદળોએ આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બેનેલા MPD-2505 મોડલના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એમાં પાકિસ્તાનનું સિમ કાર્ડ છે. આ ફોન એન્ડ્રોઈડ નથી. આ ફોનમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા જ વાત થતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post