• Home
  • News
  • ફિટ રહેવા માટે ઈન્જેક્શન લે છે ભારતીય ક્રિકેટર્સ:સ્ટિંગ ઓપરેશનમાં ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યું- રોહિત અને કોહલી વચ્ચે કોઈ મતભેદ નથી
post

'ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઈન્જેક્શન લે છે, 80% ફિટ હોવા છતાં પણ 100% ફિટ થઈ જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:13:09

ભારતીય ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે ઇન્જેક્શન પણ લે છે. આ વાતનો ઘટસ્ફોટ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ZEE ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કર્યો છે.

57 વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ઘટસ્ફોટ કર્યો- 'ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઈન્જેક્શન લે છે, 80% ફિટ હોવા છતાં પણ 100% ફિટ થઈ જાય છે. આ પેઇનકિલર નથી. આ ઈન્જેક્શનમાં એવી દવા હોય છે, જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી.'

શર્માએ વધુમાં કહ્યું- 'નકલી ફિટનેસ માટે ઈન્જેક્શન લેનારા આ તમામ ખેલાડીઓની પાસે ક્રિકેટની બહાર તેમના પોતાના ડોક્ટર હોય છે, જે તેમને શોટ્સ પૂરા પાડે છે, જેથી મહત્વની ટૂર્નામેન્ટ પહેલાં તેઓ સંપૂર્ણ રીતે ફિટ ગણી શકાય.'

હવે કેટલાક પોઇન્ટ્સમાં જાણો ચેતન શર્માએ શું કહ્યું...?

·         ફિટ ન હોવા છતાં પણ લીલી ઝંડી આપે છે NCA ચેતન શર્માએ આગળ કહ્યું - કેટલાક સ્ટાર ખેલાડીઓને સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં NCA એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે, પછી સિલેક્ટર્સને સિલેક્શન પર અંતિમ કોલ લેવા માટે કહેવામાં આવે છે.

·         જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર ચેતન શર્માએ કહ્યું- 'બુમરાહને 2022માં દક્ષિણ આફ્રિકા સામે જબરદસ્તી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે જો તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં એકપણ મેચ રમી હોત તો તે ઓછામાં ઓછા એક વર્ષ માટે બહાર રહેત.

·         હાર્દિક પંડ્યા મારા ઘરે આવતો-જતો રહે છે ચેતન શર્માએ કહ્યું કે રોહિત શર્મા મારી સાથે અડધો-અડધો કલાક વાતો કરે છે. જ્યારે ટી20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા મારા ઘરે આવતો-જતો રહે છે.

·         બ્રેકના નામે મોટા ખેલાડીઓને આરામ અપાઈ રહ્યો છે મોટા ખેલાડીઓને બ્રેકના નામે બહાર બેસાડવામાં આવી રહ્યા છે, જેમ કે કોઈ મોટા ખેલાડીની જગ્યાએ નવા ખેલાડીને તક આપવાની હોય છે, મોટા ખેલાડીને આરામ આપવામાં આવે છે.

·         કેપ્ટનશિપ છોડવા પર ગાંગુલીએ કોહલીને કહ્યું- 'એકવાર વિચારો લો'
ચેતને કોહલીની કેપ્ટનશિપના વિવાદનો ખુલાસો કરતાં કહ્યું- 'કોહલીને લાગ્યું કે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કારણે તેમણે કેપ્ટનશિપ ગુમાવવી પડી, પરંતુ એવું નથી. સિલેક્શન કમિટીની વીડિયો કોન્ફરન્સમાં 9 લોકો હતા, ગાંગુલીએ કોહલીને કહ્યું કે કેપ્ટનશિપ છોડવા વિશે એકવાર વિચારી લો. મને લાગે છે કે કોહલીએ એ સાંભળ્યું નહીં.

·         ત્યાર પછી કોહલીએ સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલાં પ્રેસ-કોન્ફરન્સમાં બિનજરૂરી રીતે આ મુદ્દો ઉઠાવ્યો. કોહલીએ કહ્યું- મને દોઢ કલાક પહેલાં કહેવામાં આવ્યું હતું કે મારે કેપ્ટનશિપ છોડવી પડશે. વિરાટ સૌરવ પર વળતો પ્રહાર કરવા માગતો હતો.

·         કોહલી-રોહિત વચ્ચે કોઈ મતભેદ નથી
ચેતન શર્માએ એમ પણ કહ્યું હતું કે ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે કોઈ મતભેદ નથી. ચેતને કહ્યું હતું કે બંને એકબીજાનું સન્માન કરે છે. તેમની વચ્ચે કોઈ અણબનાવ નથી.

એક મહિના પહેલાં ફરી બન્યા હતા ચીફ સિલેક્ટર
ચેતન શર્મા એક મહિના પહેલાં બીજી વખત ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બન્યા હતા.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની નવી સિનિયર સિલેક્શન કમિટીમાં શર્મા ઉપરાંત શિવસુંદર દાસ, સલિલ અંકોલા, સુબ્રતો બેનર્જી અને શ્રીધરન શરથ એમ ચાર અન્ય મેમ્બર્સ છે. નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપમાંથી ટીમની બહાર થયા બાદ તેમને ચીફ સિલેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post