• Home
  • News
  • ભારતીય ડિપ્લોમેટ અહલૂવાલિયાનો ISI એજન્ટોએ પીછો કર્યો, ઘરની બહાર પણ ઘણા એજન્ટ તૈનાત કર્યા
post

ભારત સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગમાં જાસૂસીનો કેસ સામે આવ્યા બાદ પાકિસ્તાનની ISIએ આવી હરકત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:45:27

ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના એક્ટિંગ હાઇકમિશ્નર ગૌરવ અહલૂવાલિયાને ISI દ્વારા પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં જણાવ્યું છે કે ISIના એજન્ટોએ ઘરે આવતી વખતે અહલૂવાલિયાની કારનો પીછો કર્યો હતો. ન્યૂઝ એજન્સી પ્રમાણે અહલૂવાલિયાના ઘરની બહાર પણ પાકિસ્તાની ગુપ્ત એજન્સીના ઘણા એજન્ટ અને બાઇક દેખાઇ હતી. આ હરકત વરિષ્ઠ ડિપ્લોમેટ અહલૂવાલિયાને પરેશાન કરવા અને ઉશ્કેરવા માટે કરવામા આવી છે. 

પાકિસ્તાન હાઇકમિશનમાં જાસૂસીનો મામલો સામે આવ્યા બાદ અહલૂવાલિયાને સમન મોકલ્યું હતું
એક જૂને પાકિસ્તાન સરકારે અહલૂવાલિયાને સમન મોકલ્યું હતું. ત્યાંના વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનના બે અધિકારીઓ પર જાસૂસીનો આરોપ લગાવવા પર આપત્તિ જાહેર કરી હતી. પાકિસ્તાનના અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે પાકિસ્તાન પણ ભારતીય હાઇ કમિશનમાંથી ઘણા અધિકારીઓને ભારત પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 

બે અધિકારીઓને જાસૂસીના આરોપમાં રંગે હાથે પકડ્યા હતા
ગત અઠવાડિયે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલએ પાકિસ્તાન દૂતાવાસના બે અધિકારીઓને જાસૂસીના આરોપમાં રંગે હાથે પકડી લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાંથી એક આબિદ હુસેન ભારતીય આર્મીની ટ્રેનથી થતી મુવમેન્ટ પર નજર રાખતો હતો. ભારતે આ બન્ને જાસૂસોને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આગલા દિવસેજ બન્નેને પાકિસ્તાન રવાના કરવામા આવ્યા હતા. 

બન્ને ISIના એજન્ટ હતા
પાકિસ્તાન એમ્બેસીના વીઝા સેક્શનમા તૈનાત આ બન્ને અધિકારીઓના નામ આબિદ હુસેન અને તાહિર ખાન છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આબિદે તેના હેન્ડલર્સ સુધી આર્મી અને હથિયારોની મુવમેન્ટની જાણકારી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને મુખ્યત્વે ISIના એજન્ટ હતા. તેમની પાસેથી ઘણા નકલી દસ્તાવેજ મળ્યા હતા. તેનો ઉપયોગ તેઓ ભારતમાં ફરવા અને સૂચનાઓ મેળવવા માટે કરતા હતા. 

ભારતીય અધિકારીઓને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી
આબિદ અલી નકલી દસ્તાવેજોના આધારે અલગ અલગ વિભાગોમાં અધિકારીઓ વચ્ચે પકડ જમાવવા અને સૂચનાઓ મેળવવાની કોશિષ કરતો હતો. તેણે પોતાના અમુક નામ પણ રાખ્યા હતા. આબિદની નજર રેલવે પર વધારે હતી. તેણે તેના સંપર્કોને ગેરમાર્ગે દોરીને ભારતીય આર્મી અને હથિયારોની ટ્રેનો દ્વારા થતી મુવમેન્ટ વિશે જાણકારી મેળવવાની પણ કોશિષ કરી હતી. 

નકલી આધાર કાર્ડ પણ મળ્યું
જાસૂસી કરતા પકડાઇ જતા બન્નેએ પોતાને ભારતીય નાગરિક સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની પાસે નકલી આધાર કાર્ડ, ભારતીય મુદ્રા અને આઇફોન મળ્યા હતા. ધરપકડ બાદ વિદેશ મંત્રાલયે કહ્યું હતું- પાકિસ્તાન હાઇકમિશનના બે અધિકારીઓને નવી દિલ્હીમાં જાસૂસી કરતા પકડવામા આવ્યા છે. ભારતીય તપાસ એજન્સીઓએ આ કાર્યવાહી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post