• Home
  • News
  • કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારના મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યા, કારણ હજુ પણ અકબંધ!
post

પતિ-પત્ની અને બે બાળકની ડેડબોડી ઘરમાંથી મળી, કપલે ડિવોર્સ પિટિશન ફાઇલ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-14 18:18:38

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. જેમાં પતિ-પત્ની અને બે માસુમ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ હત્યા અને આત્મહત્યાના એંગલથી કેસની તપાસ કરી રહી છે. જો કે મોત પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. 

ભારતીય મૂળના પરિવારનું શંકાસ્પદ મોત 

આ મામલે સાન માટો પોલીસે જણાવ્યું હતું કે ભારતીય મૂળનો પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત થયા છે. મૃતકોમાં કેરળના હોવાની માહિતી મળી છે અને ચોંકાવનારી બાબત એ છે કે પતિ-પત્નીના શરીર પર ગોળી વાગવાના નિશાન પણ મળી આવ્યા છે. તેમજ તેમના મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યા હતા, જ્યારે બાળકોના મૃતદેહ બેડરુમમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘટના સ્થળ પરથી 9 એમએમની પિસ્તોલ અને એક મેગેઝીન પણ મળી આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે એર કંડિશનર અથવા હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક ​​થવાને કારણે મૃત્યુ થયું હતું. જો કે પોલીસને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા ન હતા.

છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા

મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેમની 40 વર્ષની પત્ની એલિસ પ્રિયંકા અને તેમના 4 વર્ષના જોડિયા બાળકો નોહ અને નાથન તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે આનંદ અને એલિસ બંને આઈટી સેક્ટરમાં કામ કરતા હતા અને છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ વરિષ્ઠ વિશ્લેષક હતી અને તે બે વર્ષ પહેલા ન્યુ જર્સીથી સાન માટો કાઉન્ટીમાં શિફ્ટ થયા હતા. આ કપલે વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.

ડીસેમ્બર 2016માં કરી હતી છૂટાછેડા માટે અરજી

કોર્ટના રેકોર્ડ પ્રમાણે આનંદે 2016ના ડીસેમ્બર મહિનામાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા થઇ ન હતી. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પતિ-પત્ની ખૂબ ફ્રેન્ડલી હતા. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ ભારતમાં તેમના પરિવારોના સંપર્કમાં છે અને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહી છે. કોન્સ્યુલેટે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post