• Home
  • News
  • અમેરિકાની ચૂંટણીમાં ભારતીય "ટ્રમ્પ" કાર્ડ : ભારતીય મૂળના મતદાર નિર્ણાયક ભૂમિકામાં; અગાઉ 77 ટકા ડેમોક્રેટીક પાર્ટીના પક્ષમાં હતા, આ વખતે રિપબ્લિકન પાર્ટી તરફ વધુ ઝુકાવ
post

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને માંડ 100 દિવસ બાકી છે, રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 10:20:17

વોશિંગ્ટન: અમેરિકામાં વસવાટ કરતા ભારતીય મૂળના સમુદાય 3 નવેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. બન્ને પક્ષ (ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન) માટે ભારતીય મૂળના સમુદાયને પોતાની તરફ રાખવા ખૂબ જ જરૂરી છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને માંડ 100 દિવસ બાકી છે, રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત. આ વખતે રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટના જો બિડેન છે.

વર્ષ 2016માં 77 ટકા ડેમોક્રેટના પક્ષમાં હતા
ડેમોક્રેટના નેતા થોમસ પેરેજે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં કહ્યું કે વર્ષ 2016ની ચૂંટણીમાં 77 ટકા ભારતીય-અમેરિકી ડેમોક્રેટ પાર્ટીની તરફેણમાં હતા. વર્તમાન સમયમાં આ સમુદાયમાં ડેમોક્રેટ પાર્ટીનો પ્રભાવ ઓછો છે. તાજેતરમાં થયેલા એક સરવેમાં કહેવામાં આવ્યુ છે કે હિલેરીનો જેટલો પ્રભાવ ભારતીય-અમેરિકી સમુદાય પર હતો એટલો પ્રભાવ બિડેનનો નથી. જોકે, તેમનો પક્ષ ભારતીય સમુદાય પર પ્રભાવ પાડવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે.

ઈન્ડિયન-અમેરિકન સમુદાયનો સાથ મળશે તો સમીકરણ બદલાઈ શકે છે
થોમસ પેરેજે કહ્યું છે કે અનેક રાજ્યોમાં ઈન્ડિયન-કમ્યુનિટીના મતો ગેમચેન્જર છે. તેમણે વર્ષ 2016ની ચૂંટણી મિશિગન, પેન્સિલવેનિયા, અને વિસ્કોન્સિનમાં ડેમોક્રેટ્સની હારનો ઉલ્લેખ કર્યો હતો. પરેજે કહ્યું- જો આ જગ્યા પર ઈન્ડિયન-અમેરિકન વોટરને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં કરી લેવામાં આવે તો બાજી પલ્ટી શકે છે.

·         મિશિગનમાં 1 લાખ 25 હજાર ઈન્ડિયન-અમેરિકન વોટર છે. અહીંથી હિલેટી ક્વિન્ટન 10 હજાર 700 મતથી હારી ગયા હતા.

·         પેન્સિલવેનિયામાં 1 લાખ 56 હજાર ઈન્ડિયનન-અમેરિકન વોટર છે. ડેમોક્રેટ પાર્ટી અહીં 42થી 43 હજાર મતોથી હારી ગઈ હતી

·         વિસ્કોન્સિનમાં 37 હજાર ઈન્ડિયન-અમેરિકન છે. ડેમોક્રેટ્સને અહીં 21 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાના આઠ રાજ્યમાં 13 લાખ ઈન્ડિયન-અમેરિકન વોટર
અમેરિકામાં AAPI (એશિયન-અમેરિકન અને પેસિફિક આયર્લેન્ડ)ના ચેરમેન શેખર નરસિમ્હાએ કહ્યું કે અમેરિકાના આઠ રાજ્યમાં 13 લાખ ઈન્ડિયન-અમેરિકન વોટર છે. તે રાજ્ય એરિજોના (66000), ફ્લોરિડા (1,93,000), જ્યોર્જિયા (1,50,000), મિશિગન (1,25,000), નોર્થ કેરોલિના (1,11,000), પેન્સિલવેનિયા (1,56,000), ટેક્સાસ (4,75,000) અને વિસ્કોન્સિન (37,000) છે. આ જાણકારી ડેટા ગુરુ કાર્તિક રામકૃષ્ણનના નવા સંશોધનમાંથી મેળવવામાં આવેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post