• Home
  • News
  • ભારત પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું, વરસાદના લીધે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ રદ થઇ
post

ગ્રુપ સ્ટેજમાં વધુ પોઈન્ટ્સ હોવાથી ભારતને ફાઇનલમાં એન્ટ્રી મળશે, ઇંગ્લેન્ડ ટૂર્નામેન્ટની બહાર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 10:49:35

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલમાં વરસાદના લીધે રદ થઇ છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં વધુ પોઈન્ટ્સ હોવાથી ફાઇનલમાં સ્થાન મળ્યું છે. ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા/ દક્ષિણ આફ્રિકાના વિજેતા સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં પણ વરસાદના લીધે મેચ ન રમાઈ તો દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી જશે.

ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. ટીમ ઇન્ડિયા ત્રણવાર 2009, 2010 અને 2018માં સેમિફાઇનલમાં હારી હતી. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 4 વાર ટાઇટલ જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ 1-1 વાર ચેમ્પિયન બન્યા છે.

સૌથી વધુ રનના મામલે શેફાલી ત્રીજા ક્રમે
ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની નટાલી સ્કાઈવરે 4 મેચમાં 67.37ની એવરેજથી સૌથી વધુ 202 રન કર્યા છે. ઇંગ્લેન્ડની જ કપ્તાન હેધર નાઈટ 4 મેચમાં 64.33ની એવરેજથી 193 રન સાથે બીજા સ્થાને છે. ભારતીય ઓપનર શેફાલી વર્મા ત્રીજા સ્થાને છે. વર્માએ 40.25ની એવરેજથી 161 રન કર્યા છે.

પૂનમ યાદવે સૌથી વધુ વિકેટ લીધી
ટૂર્નામેન્ટમાં સ્પિનર પૂનમ યાદવે સૌથી વધુ 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ 9.88ની રહી છે. ઇંગ્લેન્ડની આન્યા શ્રબસોલ બીજા અને સોફી એસલસ્ટોન ત્રીજા સ્થાને છે. બંનેએ 4 મેચમાં 8-8 વિકેટ લીધી છે. આન્યાની એવરેજ 10.62 અને સોફીની 6.12ની રહી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post