• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી:ભારતીયોએ બાઈડેન માટે એક જ રાતમાં વર્ચ્યુઅલ ઈવેન્ટના માધ્યમથી 24 કરોડ રૂપિયા એકત્ર કર્યા
post

મોટા દાનદાતાઓએ 14.65 કરોડ રૂપિયાના ચેક બાઈડેન-હેરિસ કેમ્પેન માટે આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 11:18:22

આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી અનેક મામલે અનોખી છે. ભલે અમેરિકાની વસતીમાં ભારતીયોની હિસ્સેદારી 1 ટકા છે પણ તેમનો રાજકીય અને નાણાકીય દબદબો વધારે છે. ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કેમ્પેન શરૂ થવાથી લઈને અત્યાર સુધી ભારતીયો રાષ્ટ્રપતિ ઉમેદવારો માટે 43 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કરી ચૂક્યા છે. તેમાંથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેમ્પેન માટે 7.23 કરોડ રૂપિયા મળ્યાં છે. જોકે 2016માં ભારતીયોએ ટ્રમ્પ માટે 29 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કર્યુ હતું. તેમાં હાઉડી મોદી ઈવેન્ટના આયોજક બિઝનેસમેન શલભ કુમારે સૌથી વધુ 10 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે કમલા હેરિસને પોતાના ડેપ્યુટી તરીકે પસંદ કર્યા પછી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન માટે સમર્થન અને ફન્ડિંગમાં ઉછાળો નોંધાયો છે.

તાજેતરના સરવે મુજબ 72 ટકા વધુ પ્રવાસી બાઈડેન માટે વોટિંગ કરશે. આ મોટું સમર્થન ત્યારે જોવા મળ્યું જ્યારે ભારતીયોએ બાઈડેન માટે એક જ રાતમાં વર્ચ્યુઅલ ઈવેન્ટના માધ્યમથી 24 કરોડ રૂપિયા એકઠાં કરી લીધા. આ એક જ રાત્રિમાં એકઠું કરાયેલ સૌથી મોટું ફંડ હતું. તેમાં મોટા દાનદાતાઓએ જ 14.65 કરોડ રૂપિયાના ચેક બાઈડેન-હેરિસ કેમ્પેન માટે આપ્યા.

ફંડ એકઠું કરનારાઓમાં એક સૂરજ અરોડા કહે છે કે ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે તેમની મિત્રતાને અત્યંત મજબૂત ગણાવે છે પણ ભારતીય અમેરિકીઓથી ફંડ એકઠું કરવા અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવામાં પાછળ છે. તેમની નીતિઓ ભારતીયો અને ભારતીય વેપાર માટે ખરાબ છે. મોદી સાથે વધારતા ટ્રમ્પને જોવાનું સારું લાગે છે પણ તેમણે એન્ટી ઈમિગ્રન્ટ્સ પોલિસીથી તેને નુકસાન પહોંચાડ્યું. એચ-1બી1 વિઝા પર તેમણે કેટલા પ્રતિબંધ મૂક્યા છે. તેની જગ્યાએ બાઈડેને ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરી ભારતીય અમેરિકીઓનો વિશ્વાસ જીત્યો છે.

અરોડા બે દાયકા પહેલાં અમેરિકા આવ્યા હતા. તે આઈટી અને કમ્પ્યૂટર સાથે સંકળાયેલા બિઝનેસમાં છે. ગત વર્ષે જ્યારે કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની રેસથી હટી ગયા હતા ત્યારે તેમણે ભારતીય અમેરિકીઓ પાસેથી 2.83 કરોડ એકઠા કરી લીધા હતા. તેમના પછી તુલસી ગેબાર્ડ હતા જેમણે પ્રવાસીઓથી 2.74 કરોડ એકઠાં કર્યા હતા. ત્રીજા ક્રમે કોરી બુકર હતા જેમને ભારતીય અમેરિકીઓથી 1.82 કરોડ મળ્યા હતા.

ભારતીયો ઈચ્છે છે: બાઈડેન અને હેરિસ કલમ 370 પર સમર્થન આપે
ડેમોક્રેટ્સ માટે ફંડ એકઠું કરનાર સમિતિના નજીકના લોકો અનુસાર ભારતીયો ઈચ્છે છે કે બાઈડેન-હેરિસ કાશ્મીર અને કલમ 370 મુદ્દે ભારતનું સમર્થન કરે. અગાઉ બંને જ નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી. બીજી બાજુ આ ચૂંટણી વાતાવરણમાં ભારતીયોએ ટ્રમ્પ પ્રત્યે એટલું સમર્થન નથી બતાવ્યું જેટલું ગત વખતે બતાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post