• Home
  • News
  • ચીન યુદ્ધ ઇચ્છે છે:લદ્દાખમાં 75 દિવસ પછી ફરી તણાવ, એક દિવસ પહેલાં ભારતે ચીની સેનાની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી, ચીન સીમા પાસે ફાઈટર પ્લેન પણ તહેનાત
post

15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:21:43

ચીને 75 દિવસ બાદ ફરી વાસ્તવિક અંકુશરેખા (LOC)ને અડીને આવેલા પૂર્વ લદાખમાં દગાબાજી કરી. સૈન્યના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું કે 29-30 ઓગસ્ટની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનોએ પૂર્વ લદાખમાં મડાગાંઠ વચ્ચે બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપવા માટે થયેલી સૈન્ય અને રાજદ્વારી વાતચીતનું ઉલ્લંઘન કર્યું અને યથાસ્થિતિ બદલવા ઉશ્કેરણીની સૈન્ય હિલચાલ કરીને ઘૂસણખોરી કરી. આ કાયરતાપૂર્ણ હરકતને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી. જોકે, આ દરમિયાન કોઇ પ્રકારની ઝપાઝપી નથી થઇ.

મીડિયા રિપોર્ટ મુજબ 200 ચીની સૈનિક રાતના અંધારામાં ભારતીય સરહદમાં પેંગોંગ લૅકના દક્ષિણ ભાગમાં સંપૂર્ણપણે ટકી રહેવાની તૈયારીરૂપે ટેન્ક અને દારૂગોળા સાથે ઘૂસણખોરી માટે આગળ વધ્યા. તેમને સતર્ક ભારતીય જવાનોએ રોકીને ખદેડી દીધા. આ ઘટના બાદ લદાખના ઉપરાજ્યપાલ રાધાકૃષ્ણ માથુરે નવી દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીને મળીને સમગ્ર માહિતી આપી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગર-લેહ હાઇવે સાર્વજનિક વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

ભારતની સાફ વાત- શાંતિ સાથે પ્રાદેશિક અખંડતા જાળવી રાખીશું
ભારતીય સૈન્ય વાતચીત દ્વારા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા કટિબદ્ધ છે પણ પ્રાદેશિક અખંડતા જાળવી રાખવા માટે પણ તેટલી જ દ્દઢનિશ્ચય છે. વિવાદો ઉકેલવા ચુસૂલમાં બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે.

પલટવાર: ભાજપે કહ્યું- સૈન્યએ ભારતનું સાર્વભૌમત્વ સુરક્ષિત રાખ્યું, કોંગ્રેસ કેમ આંસુ વહાવે છે?
ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સૈન્યએ પડોશી દેશના ઇરાદા નિષ્ફળ બનાવી દેશના પ્રાદેશિક સાર્વભૌમત્વને સુરક્ષિત રાખ્યું છે તો કોંગ્રેસ કેમ આંસુ વહાવે છે? ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભારત અને પીએમ મોદીએ ચીનને લાલ આંખ બતાવી છે તો પછી કોંગ્રેસ શું કામ ભીની આંખ બતાવી રહી છે?

ચીન ફરી ગયું: ઘૂસણખોરી નથી કરી, LACનું ચુસ્તપણે પાલન કરીએ છીએ
ભારતે ઘૂસણખોરી સામે સખત વાંધો ઉઠાવ્યા બાદ ચીન ઘૂસણખોરીના પ્રયાસ અંગે નામક્કર ગયું છે. તેના વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું કે અમારા સૈનિકો હંમેશા વાસ્તવિક અંકુશરેખાનું ચુસ્તપણે પાલન કરે છે અને ક્યારેય સરહદ પાર કરતા નથી. વિવાદ અંગે ગ્રાઉન્ડ લેવલે વાતચીત જારી છે.

 

ભારતે એવું પણ કહ્યું છે કે, અમારી સેના વાતચીત દ્વારા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અમે અમારી સીમાઓની સુરક્ષા કરવાનું જાણીએ છીએ. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે ચુશૂલમાં બ્રિગેડ કમાન્ડર લેવલની પણ વાતચીત કરી રહ્યા છીએ. 15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકોની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

ચાલબાજી જારી: માનસરોવર લૅકના કાંઠે મિસાઇલ તહેનાત
કૈલાશ માનસરોવર લૅકના કાંઠે ચીન જમીન પરથી હવામાં પ્રહાર કરતી ડીએફ-21 મિસાઇલો તહેનાત કરી રહ્યું છે. તે 2,200 કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે. વિવાદ હજુ ઉગ્ર બની શકે છે.

કોંગ્રેસનો સવાલ- મોદી ચીનને જવાબ ક્યારે આપશો?
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સોમવારે કહ્યું કે ઘૂસણખોરી અને કબજાના પ્રયાસ લદાખ સુધી સીમિત નથી રહ્યા. વડાપ્રધાન મોદી ચીનને જડબાતોડ જવાબ ક્યારે આપશે?

ચીન 3 વિસ્તારમાંથી પાછું નથી હટી રહ્યું
15
જૂને લદાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી, જેમાં આપણા 20 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવા બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે 2 વખત મીટિંગ થઇ ચૂકી છે પણ તેનાં નક્કર પરિણામ નથી આવ્યાં.

CDS રાવતે કહ્યું હતું- ચીન નહીં માન્યું તો સૈન્ય વિકલ્પ તૈયાર
ભારત-ચીન સીમા વિવાદ વિશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે તાજેતરમાં જ એક મોટું નિવેદન આપ્યું છે. રાવતે કહ્યું હતું કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ ન આવે તો અમારી પાસે સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો છે. જોકે શાંતિથી સમાધાન નીકળે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) આસ-પાસ અતિક્રમણ રોકવા અને આ પ્રમાણેની પ્રવૃતિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post