• Home
  • News
  • બાંગ્લાદેશમાં મોંઘવારીનો માર:1971 પછી પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52%નો વધારો થયો, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા
post

ઈંધણના ભાવ વધારાના કારણે લોકોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:58:03

બાંગ્લાદેશમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. અહીં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52% સુધીનો વધારો કર્યો છે. આથી રોષે ભરાયેલા લોકોએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1971માં આઝાદી બાદ પ્રથમ વખત કિંમતો આ સ્તરે પહોંચી છે. સરકારનું કહેવું છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના વધતા ભાવને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. વાસ્તવમાં આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. હવે ડીઝલ-પેટ્રોલના મામલે સ્થિતિ વધુ ગંભીર બની છે.

લોકોએ રસ્તા પર ઉતરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા
ઈંધણના ભાવ વધારાના કારણે લોકોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ કહ્યું- સરકારે પેટ્રોલના ભાવમાં 51.7 ટકા અને ડીઝલના ભાવમાં 42 ટકાનો વધારો કર્યો છે. તેથી અમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.

સરકારે શું કહ્યું?
સરકારનું કહેવું છે કે છેલ્લા 6 મહિનામાં બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (સરકારી ઓઈલ કંપની)ને 8 અબજ ટકા (બાંગ્લાદેશી ચલણ)નું નુકસાન થયું છે. અહીં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમત વધી છે. તેથી ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટતાની સાથે જ દેશમાં ઈંધણના ભાવમાં પણ ઘટાડો થશે.

બાંગ્લાદેશમાં મોંઘવારીની સ્થિતિ વણસી રહી છે
દેશમાં ફુગાવાનો દર છેલ્લા 9 મહિનાથી સતત 6 ટકાથી ઉપર રહ્યો છે. બાંગ્લાદેશમાં ફુગાવો જુલાઈમાં 7.48 ટકા પર પહોંચ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post