• Home
  • News
  • કંગાળ પાકિસ્તાનમાં મોંઘવારીનો માર:પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં આગ લાગવાની તૈયારી, પ્રતિ લિટરે 16 રૂપિયા વધશે છતાં ભારતથી સસ્તું હશે!
post

ટેક્સ ઘટાડીને કંપનીઓનું નુકસાન ઘટાડવાની તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 10:42:38

પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં ટૂંક સમયમાં ભડકો થઈ શકે છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓગ્રા)એ ઈમરાન ખાન સરકારને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 16 રૂપિયા વધારવા સૂચન કર્યુ છે. હાલમાં પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા છે. જો તેમાં 16 રૂપિયાનો વધારો થાય તો કોરોનાના મારથી અગાઉથી જ પરેશાન પાકિસ્તાની લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

પેટ્રોલની કિંમત નહી વધે તો થશે મોટું નુકસાન
ઓગ્રાએ ઈમરાન સરકારને સૂચન કર્યુ છે કે વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. એવામાં જો આપણે પેટ્રોલની કિંમતો નહીં વધારીએ તો કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. એવામાં હવે પાકિસ્તાની સરકારે નિર્ણય કરવાનો છે કે તે ઈંધણના ભાવમાં કેટલો વધારો કરવા માગે છે.

પાકિસ્તાન સરકાર પર ભાવ વધારવાનું દબાણ
લગભગ 15 દિવસ અગાઉ જ પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીના સૂચન પછી તેણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં મામૂલી વધારો કર્યો છે. એવામાં આ વખતે પાકિસ્તાન સરકાર પર ઈંધણના ભાવ વધારવાનું દબાણ વધુ છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે સરકાર 16 ફેબ્રુઆરીથી પેટ્રોલના ભાવમાં માત્ર 3 રૂપિયાનો જ વધારો કરવાની તરફેણમાં છે.

ટેક્સ ઘટાડીને કંપનીઓનું નુકસાન ઘટાડવાની તૈયારી
પાકિસ્તાન સરકારે લેવી તરીકે લગાવાતા ટેક્સને ઓછો કરીને પેટ્રોલિયમ કંપનીઓને થનારા નુકસાનની ભરપાઈ કરવા નિર્ણય કર્યો છે. વર્તમાનમાં પાકિસ્તાન સરકાર પેટ્રોલ પર 21.94 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પીડ ડિઝલ પર 22.11 રૂપિયાની પેટ્રોલિયમ લેવી લગાવે છે. પાકિસ્તાન સરકારે પોતાના બજેટમાં કહ્યું હતું કે તે પેટ્રોલિયમ પેદાશો પર 30 રૂપિયાથી વધુ લેવી લગાવશે નહીં.

ભાવ વધે તો પણ ભારત કરતાં હશે સસ્તુ પેટ્રોલ
https://www.globalpetrolprices.com પર અપાયેલી જાણકારી અનુસાર આ વર્ષે 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં 1 લિટર પેટ્રોલ કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા હતી. અમેરિકન ડોલરમાં આ કિંમત 0.698 છે. જો ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 50.87 રૂ. થાય છે. જો ડિઝલની કિંમત જોઈએ તો એ દિવસે તેની કિંમત 116.08 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર હતી. ડોલરમાં આ 0.724 છે. આમ, ભારતીય રૂપિયામાં કિંમત રૂ. 52.77 રહી.

adv

Related News

post
post
post
post
post
post
post