• Home
  • News
  • G20 ને બદલે ખડગેએ G2નો કર્યો ઉલ્લેખ, સભાપતિના ટોકવા પર કહ્યું- ઝીરો કમળમાં ઢંકાઈ ગયો
post

વિશેષ સત્રમાં ખડગેના સરકાર પર આકરા પ્રહાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 18:06:04

સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ઘણી વાતો પર સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ G20ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો. ખડગેએ તેમના ભાષણમાં કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે G2ની વાત કરવામાં વ્યસ્ત છીએ. 

G-20માં G-2 જ દેખાય છે  ઝીરો કમળમાં ઢંકાય જાય છે : ખડગે 

જયારે ખડગે G20ને બદલે G2 બોલ્યા ત્યારે સભાપતિ જગદીપ ધનખડે તેમને ટોક્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તે G-20 છે. તેના જવાબમાં ખડગેએ કહ્યું કે, G-20નો ઝીરો કમળથી ઢંકાય ગયો હતો. વિપક્ષના નેતાએ કહ્યું, G-20ના પોસ્ટરમાં G-20 ને બદલે G-2 દેખાય છે કારણ કે તેનો ઝીરો કમળથી ઢંકાય જાય છે. ખડગેના જવાબમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ખડગે જી, આ તમારા સ્તરની વાત નથી.

ખડગેનો સરકાર પર પ્રહાર 

સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નેહરુજી માનતા હતા કે જો મજબૂત વિપક્ષ ન હોય તો તે યોગ્ય નથી. હવે સામે જોરદાર વિપક્ષ છે તો તપાસ એજન્સીઓ દ્વારા તેને નબળો પાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખડગેએ કહ્યું કે, અમને વારંવાર પૂછવામાં આવે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું? અમે 70 વર્ષમાં આ દેશની લોકશાહીને મજબૂત કરી છે. દેશનો પાયો નહેરુના સમયમાં નખાયો હતો. પાયાના પથ્થરો દેખાતા નથી. વિપક્ષી ગઠબંધન INDIAના નામ પર ભાજપ પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નડ્ડા સાહેબ અમને નીચા કરવા માટે ગઠબંધનનું નામ INDI કહે છે. તેમણે કહ્યું કે, નામ બદલવાથી કંઈ થતું નથી, આપણે INDIA છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post