• Home
  • News
  • ઈતિહાસમાં આજે:160 વર્ષ પહેલાં આઈપીસી લાગુ થયું; રશિયાએ પરમાણુ હથિયાર બનાવવાની હોડમાં સામેલ થવાની જાહેરાત કરી
post

1951માં રશિયાએ પરમાણુ હથિયારોની હોડની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 09:59:17

ભારતીય દંડ વિધાન એટલે કે ઈન્ડિયન પેનલ કોડ 1860માં 6 ઓક્ટોબરે પસાર થયું હતું. જેને 1લી જાન્યુઆરી, 1861માં લાગુ કરાયું હતું. હત્યાથી લઈને રેપ સુધી અને ચોરીથી લઈને માનહાનિ સુધીના દરેક ગુનાની સજા શું હશે, તે વાત સામેલ કરવામાં આવી છે.

1837માં થોમસ મેકાલેની અધ્યક્ષતામાં પહેલાં લૉ કમિશને ઈન્ડિયન પીનલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. બાર્ન્સ પીકૉકે ડ્રાફ્ટમાં જરૂરી સુધારા કર્યા અને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોએ તેને પસાર કર્યુ હતું. પીકૉક પછી કલકત્તા હાઈકોર્ટના પહેલાં ચીફ જસ્ટિસ બન્યાં હતા. તે સમયે આઈપીસીને તૈયાર કરનારાઓ ક્યાંકને ક્યાંક ગુલામ અને આકાવાળા માનસિકતા ધરાવતા હતા. જેના કારણે રાજદ્રોહ જેવી અનેક સેક્શન આજે પણ વિવાદિત છે. 1860 પછી આઈપીસીની અનેક સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અનેક વખત સંશોધન પણ થયા. દહેજ, હત્યાથી લઈને અનેક ગુનાઓ સામેલ કરાયા જ્યારે કેટલાંક ગુનાઓને હટાવવામાં પણ આવ્યા. આ વાતને ભારતીય કાયદામાં સૌથી મોટા ડાઈનેમિક પણ કહી શકાય છે, જેની અનેક સેક્શન કોર્ટની દરમિયાનગિરિ પછી પણ હટાવવામાં આવ્યા છે.

1951: રશિયાએ પરમાણુ હથિયારોની હોડની જાહેરાત કરી
અમેરિકાએ 1945માં જાપાન પર પરમાણુ હુમલો કર્યો તો સોવિયત સંઘ એટલે કે આજનું રશિયા પરેશાન થઈ ગયું હતું. તેઓએ 6 ઓક્ટોબર 1951નાં રોજ પરમાણુ હથિયારોની હોડમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. સોવિયત સંઘના મુખ્ય અખબાર પ્રાવદામાં જોસેફ સ્ટાલિનનો એક ઇન્ટરવ્યૂ છપાયો હતો, જેનાથી પહેલી વખત લોકોને ખ્યાલ આવ્યો કે 1949માં પરમાણુ બોમ્બ ટેસ્ટ કર્યા બાદ સોવિયત સંઘે પણ પરમાણુ બોમ્બ બનાવી લીધો છે. હકિકતમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને અમેરિકા ઘણું જ શક્તિશાળી બની ગયું હતું. સોવિયત સંઘને લાગ્યું કે પરમાણુ હથિયારોની વાત તેનાથી છુપાવવામાં આવી. જેનાથી પશ્ચિમ દેશો અને સોવિયત સંઘમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું અને શીત યુદ્ધનો પ્રારંભ થયો હતો. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (સિપ્રી)ના જણાવ્યા મુજબ રશિયાની પાસે 6,500થી વધુ પરમાણુ હથિયારો છે. સોવિયત સંઘની જાહેરાત પછી બ્રિટને 3 ઓક્ટોબર, 1952નાં રોજ પહેલી વખત પરમાણુ બોમ્બ બનાવવાનો દાવો કર્યો. જે બાદ ચીન, ઇઝરાયેલ, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા પણ આ હોડમાં સામેલ થયું. લીબિયા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પણ શંકાના દાયરામાં છે.

2007: જેસન લુઇસે વિશ્વભ્રમણ પૂર્ણ કર્યુ

અંગ્રેજ જેસન લુઇસે 12 જુલાઈ, 1994માં એક્સ્પીડિશન 360 નામથી ગ્રીનવિચ, લંડનથી વિશ્વભ્રમણનું અભિયાન શરૂ કર્યું હતું. 46,000 માઈલની આ યાત્રામાં 4,833 દિવસ લાગ્યા. આ દરમિયાન તેઓએ હ્યુમન પાવરથી ચાલતા પરિવાહન સાધનોનો જ ઉપયોગ કર્યો, જેમ કે- સાયકલ, રોલર બ્લેડ્સ અને પેડલથી ચાલતી બોટ.

ઈતિહાસમાં આજેની તારીખને આ ઘટનાઓને લઈને પણ યાદ કરવામાં આવે છેઃ

1499: ફ્રાંસના રાજા લુઇસે મિલાન પર કબજો જમાવ્યો
1582: 
ગ્રેગરિયન કેલેન્ડર લાગુ થવાથી પોલેન્ડ, સ્પેન, ઈટાલી તથા પોર્ટુગલમાં આ દિવસ કેન્સલ થઈ ગયો.
1683: 13
જર્મન પરિવાર જર્મનીના ક્રેફેલ્ડથી ફિલાડેલ્ફિયા આવ્યા હતા. આ દિવસે દર વર્ષે જર્મન અમેરિકી દિવસ મનાવવામાં આવે છે.
1762: 
બ્રિટિશ સૈનિકોએ ફિલીપાઈન્સના મનીલા પર કબજો કર્યો.
1893: 
મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં મહત્વપૂર્ણ કાર્ય કરનાર ભારતીય વૈજ્ઞાનિક મેઘનાથ સાહાનો જન્મ.
1927: 
ડાયલોગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળી પહેલી ફિલ્મ 'ધ જેજ સિંગર' રિલીઝ થઈ.
1957: 
સોવિયત સંઘે નોવાયા ત્રેમલ્યામાં પરમાણુ પરીક્ષણ કર્યુ.
1972: 
મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતા 208 લોકોનાં મોત.
1973: 
ઇઝરાયેલ પર ઈજિપ્ત અને સીરિયાના સૈનિકોએ બે બાજુથી હુમલો શરૂ કર્યો.
1980: 
ગુયાનાએ બંધારણનો સ્વીકાર કર્યો.
1981: 
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કરી.
1983: 
પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું.
1987: 
ફિઝીને ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યું.
1995: 
બે સ્વિસ વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને સુર્યમંડળની બહાર આવેલા ગ્રહની પહેલી વખત ઓળખ કરી.
2004: 
નેપાળના નરેશ જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહે દેવે સત્તા નહીં સંભાળવાની જાહેરાત કરી.
2006: 
સંયુક્ત રાષ્ટ્રએ લેબનોનમાં શાંતિ રક્ષકોને બળ પ્રયોગ કરવાનો અધિકાર આપ્યો.
2007: 
પરવેઝ મુશર્રફ એકતરફી જીતની સાથે જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post