• Home
  • News
  • ઈરાન ફરી ભળકે બળ્યું:શિયા કમાન્ડરે સુન્ની સગીરા પર બળાત્કાર કર્યો, ટોળાએ સરકારી ઓફિસોને આગ લગાવી, પોલીસ ફાયરિંગમાં 36નાં મોત
post

શુક્રવારની નમાજ પછી બલૂચ સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી પોલીસે ગોળીબાર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:17:44

ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય માહસા અમીનીના મોત બાદ વિરોધનો સિલસિલો હજુ પૂરો થયો નહોતો કે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે જેહદાન શહેરમાં 15 વર્ષની બલૂચ સગીરા પર બળાત્કારની ઘટના સામે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમને રોકવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં 36 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. ગુસ્સે ભરાયેલા લોકો સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને આગ લગાવી રહ્યા છે. શુક્રવારની નમાજ પછી બલૂચ સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી પોલીસે ગોળીબાર કર્યો હતો.

પોલીસ કમાન્ડર પર બળાત્કારનો આરોપ
ગયા અઠવાડિયે એક પોલીસ કમાન્ડર પર 15 વર્ષની સગીરા સાથે બળાત્કાર કર્યાનો આરોપ લાગ્યો છે. ઈરાનના પ્રમુખ સુન્ની ધર્મગુરુ મૌલવી અબ્દુલ હમીદે સગીરા સાથે બળાત્કાર થયાની પુષ્ટિ કરી હતી. ઈરાનના દક્ષિણ-પૂર્વ સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતોમાં સુન્ની બલોચ વસતિ રહે છે. આરોપી કમાન્ડરનું નામ કર્નલ ઈબ્રાહિમ ખુચકઝાઈ છે. શુક્રવારે બલૂચ સમુદાયના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં આહ્વાન કર્યું હતું. આરોપી કમાન્ડરનું નામ કર્નલ ઈબ્રાહિમ ખુચકઝઈ છે. તે શિયા મુસ્લિમ છે. પીડિતા સુન્ની છે. શુક્રવારે બલોચ સમાજના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ફાયરિંગમાં 36 લોકોનાં મોત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જેહદાન શહેરનો મોટા ભાગનો વિસ્તાર પ્રદર્શનકારીઓના નિયંત્રણમાં છે. પોલીસ સ્ટેશન અને ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી.

1 સપ્ટેમ્બરની ઘટના
ચાબહારમાં પોલીસ કમાન્ડર કર્નલ ઈબ્રાહિમ ખુચકઝઈ હત્યાના કેસની તપાસ કરી રહ્યા હતા. પીડિતા હત્યા થયેલી મહિલાની પાડોશીની દીકરી છે. કમાન્ડરે સગીરાને પૂછપરછ માટે સ્ટેશને બોલાવી અને ત્યાં બળાત્કાર કર્યો. ઈરાની મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટના 1 સપ્ટેમ્બરની છે. સગીરાએ ઘરે પહોંચી પોતાની માતા સાથે આ વિશે વાત કરી હતી. મામલાને દબાવવા માટે સુરક્ષા દળોએ પીડિતાના ત્રણ સંબંધીનું અપહરણ કર્યું અને પીડિતાના પરિવારને સગીરાને કંઈ થયું નથી એવું નિવેદન આપવા દબાણ કર્યું હતુ. પીડિતાના પરિવાર પર ફરિયાદ ન નોંધાવવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જોકે ભારે દબાણ હોવા છતાં પીડિતાના પરિવારે બળાત્કારના આરોપો લગાવ્યા હતા.

કોણ છે ઈરાનમાં રહેનાર બલૂચ
બલૂચિસ્તાન પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વહેંચાયેલું છે. બલૂચિસ્તાનનો પશ્ચિમી ભાગ ઈરાનમાં છે. એને સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંત કહેવામાં આવે છે. જોકે બલૂચની કુલ વસતિ 80 લાખથી વધુ છે, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો પાકિસ્તાનમાં રહે છે. ઈરાનમાં બલૂચ વસતિ લગભગ 15 લાખ છે. પાકિસ્તાન અને ઈરાનમાં રહેનાર બલૂચ પોતાના માટે સ્વતંત્ર રાષ્ટ્રની લડાઈ લડી રહ્યા છે.

ઈરાનમાં રહેનાર બલૂચ પણ પાકિસ્તાનમાં રહેનાર બલૂચોની જેમ મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે. ઈરાનમાં, બલોચ સરકારી દળોના દમન વિરુદ્ધપ્રદર્શન કરી રહ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાની સુરક્ષા ળોએ દસ બલૂચ વેપારીઓને ઠાર માર્યા હતા. આ પછી મોટે પાયે દેખાવો થયા હતા. સિસ્તાન અને બલૂચિસ્તાન ઈરાનના સૌથી ગરીબ પ્રાંત છે. બલૂચ વસતિ ઈરાન-અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં રહે છે અને ત્રણેય દેશમાં ભેદભાવ અને ત્રાસનો સામનો કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post