• Home
  • News
  • ઈરાક / ઈરાને 2 અમેરિકન સૈન્ય બેઝ પર 12થી વધારે રોકેટ છોડી હુમલો કર્યો, ટ્રમ્પે કહ્યું- નુકસાનની માહિતી લેવામાં આવશે
post

અમેરિકન ઓફિસર્સે ઈરાકમાં સૈન્ય બેઝ પર હુમલો થયો હોવાની વાત સ્વીકારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 10:08:08

વોશિંગ્ટનઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાને ઈરાકના અનબરમાં આવેલા એન એલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર 12થી વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, ત્યારપછી ઈરાકના આકાશમાં મિલેટ્રી જેટ્સની હલચલ જોવા મળી હતી.

અમેરિકાએ ઈરાન-ઈરાક તરફની પેસેન્જર ફ્લાઈટ રદ કરી
અમેરિકાના ફેડરલ એવિયેશન કમીશને ઈરાન, ઈરાક અને ઓમાનની ખાડી તરફ જતી પેસેન્જર ફ્લાઈટ માટે નોટામ (નોટિસ ટુ એરમેન) જાહેર કરી દીધું છે. તેના પ્રમાણે અમેરિકા પશ્ચિમી એશિયા પર નજર રાખીને બેઠું છે.

ઈરાને અમેરિકાના સહયોગીઓને પણ ધમકી આપી
ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, હુમલો જનરલ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સે નિવેદન આપ્યું છે કે, અમે અમેરિકાના દરેક સહયોગીઓને ચેતવણી આપીએ છીએ કે તેઓ આતંકી સેનાને તેમના બેઝનો ઉપયોગ કરવા દે. જો તેમના કોઈ પણ વિસ્તારનો ઈરાન વિરુદ્ધ હુમલો કરવામા ઉપયોગ કરવામાં આવશે તો તેમને પણ ટાર્ગેટ કરવામાં આવશે. ઈરાને ધમકી આપી છે કે, જો અમેરિકા હુમલાનો જવાબ આપશે તો તેમની ઈઝરાઈલમાં આવેલી હિજ્બુલ્લા સેના પર રોકેટ છોડવામાં આવશે.

ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, રિવોલ્યૂશનરી ગાર્ડ્સે અમેરિકન બેઝ પર હુમલો કરવા માટે ફતેહ-313 મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જમીનથી જમીન પર ટાર્ગેટ કરી શકે પ્રમાણેની મિસાઈલ છે. તેની રેન્જ 300 કિમી સુધીની છે.

શુ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરશે?
ઈરાનના હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વમાં સિક્યોરિટી એજન્સીઓની બેઠક બોલાવી હતી. અમેરિકન બંધારણ પ્રમાણે કોઈ પણ પ્રકારની સીધી સૈન્ય કાર્યનાહીની તાકાત રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ (સંસદ) વચ્ચે વહેચાયેલી હોય છે. જ્યાં સાંસદ કોઈ પણ દેશ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી શકે છે ત્યાં રાષ્ટ્રપતિ દેશની સુરક્ષા માટે સેનાનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post