• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પનું માથું વાઢી લાવનારને 5.76 અબજ રૂપિયાનું ઈનામ આપવાની ઈરાનની જાહેરાત
post

જનરલ કાસિમ સુલેમાનીની અંતિમ યાત્રા વખતે ઈરાને ટ્રમ્પ અંગેની આ જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:28:48

તહેરાન : અમેરિકાના હુમલામાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અમેરિકા પર રોષે ભરાયું છે. જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર વખતે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પનું માથું વાઢી લાવવા પર 80 મિલીયન ડોલર (લગભગ 5.76 અબજ રૂપિયા)નું ઈનામ જાહેર કર્યું છે. માટે ઈરાનના સ્થાનિક નાગરિકો પાસે એક એક ડોલરનું દાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

ટ્રમ્પ માટે ઈરાની નાગરિકો દાન આપશે :
સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને એક ડોલર દાન કરવાની અપીલ કરી છે કે ટ્રમ્પના માથાના બદલામાં રાખવામાં આવેલા 80 મિલીયન ડોલરની રકમને એકઠી કરવા માટે દરેક નાગરિક દાન આપશે જેથી બદલો લેવા માટે રકમનો ઉપયોગ કરી શકાય.

સુલેમાનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા :
જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ રવિવારે ઈરાનની રાજધાની તહેરાન પહોચ્યો જ્યાં સુલેમાનીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેની શરૂઆત અહવાજથી કરાઈ હતી, અહવાજમાં હજારો લોકો સુલેમાનીના સન્માનમાં ભેગા થયા હતા અને અમેરિકા-ઈઝરાયલ તથા સાઉદી અરબ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

ટ્રમ્પે પણ ઈરાનને ધમકી આપી :
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટ્વીટર પર સતત ઈરાન વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા છે. માથા પર ઈનામની જાહેરાત બાદ ટ્રમ્પે પણ એક ટ્વીટ કરીને કહ્યું કે, ‘ઈરાન અમેરિકાને નુકસાન પહોંચાડશે તો તેને તાત્કાલિક અને ખતરનાક અંદાજમાં જવાબ આપવામાં આવશે, આવી નોટિસની આમ તો કોઈ જરૂર હોય, પણ તેમ છતા મેં ચેતવી દીધું છે

 

adv

Related News

post
post
post
post
post
post
post