• Home
  • News
  • ગમે તેઓ મોટો ગુનો હોય, લાંબા સમયથી જેલમાં રહેતા કેદીઓને મળશે જામીનઃ હાઈકોર્ટ
post

હાઈકોર્ટે ડબલ મર્ડર કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ આરોપીની જામીન અરજી મંજુર કરતી વખતે કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી ભલે તેઓએ ગંભીર ગુનો આચર્યો હોય

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 18:03:05

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) ડબલ મર્ડર કેસ (Double Murder Case)ના આરોપી આકાશ ચંડાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ (Under Trial Prisoner) લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી ભલે તેઓએ ગંભીર ગુનો આચર્યો હોય. હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, ઝડપી સુનાવણી સુનિશ્ચિત કર્યા વગર કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવું એ ભારતના બંધારણની કલમ-21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) મુજબ નથી...

‘કેટલીક પરિસ્થિતિઓમાં આરોપીને જામીન આપવા કોર્ટ બંધાયેલી રહેશે’

Bar and Benchના અહેવાલો મુજબ ન્યાયાધીશે તેમના 7 પેજના આદેશમાં જણાવ્યું છે કે, ઝડપી સુનાવણી સુનિશ્ચિત કર્યા વગર કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવું એ ભારતના બંધારણની કલમ-21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) મુજબ નથી... જો સમયસર સુનાવણી શક્ય ન હોય, તો આરોપીને વધુ કેદની સજા થઈ શકે નહીં... જો આરોપી પ્રસ્તાવિત સમયગાળાના મહત્વના સમયગાળામાંથી પસાર થયો છે. સજા અને આવી પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે આરોપી પર લાગેલા આરોપોની ગંભીરતાને ધ્યાને લઈ, તેને જામીન પર છોડવા માટે કોર્ટ બંધાયેલી રહેશે.

આરોપીઓ પર 2 લોકોનું અપહરણ, હુમલો અને હત્યાનો કેસ

મુંબઈ હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી ગેંગસ્ટર કિસન પરદેશી સામેના કેસ સાથે સંબંધિત હતી. પોલીસે પરદેશી અને ચંડાલિયા સહિત તેના સાથીઓ પર 2015માં બે લોકોનું અપહરણ, હુમલો અને હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આરોપીઓએ કથિત રીતે તે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, ત્યારબાદ તેઓનું મોત થયું અને પછી મૃતદેહો મળી આવ્યા હતા.

આરોપીએ જામીન અરજીમાં શું લખ્યું ?

ચંડાલિયાએ જામીન અરજીમાં જણાવ્યું કે, આ કેસના તેના 2 સહ-આરોપીઓ વિકાસ ગાયકવાડ અને યાસ્મીન સૈય્યદને 2022માં જ જામીન પર છોડી દેવાયા હતા. ન્યાયાધીશ ડાંગરેએ કહ્યું કે, કેસમાં વિલંબ થવાની બાબતને ધ્યાને રાખી બંને સહ-આરોપીઓને છોડી દેવાયા... તેમણે વધુમાં કહ્યું કે, એવું કોઈપણ કારણ નથી કે, ચંડાલિયાને પણ જામીન પર ન છોડવો જોઈએ, તેથી તેની જામીન અરજી મંજૂર કરાઈ....

adv

Related News

post
post
post
post
post
post
post