• Home
  • News
  • Afghanistan માં ISI નો આતંકી પ્લાન: Pakistani Fighters ને Indian-Built Assets ને નિશાન બનાવવાના આપ્યા નિર્દેશ
post

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 10:20:00

ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ એટલે કે ISI એ અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવાનના નિર્દેશ આપ્યા છે. ISI એ તાલિબાનમાં સામેલ થયેલા પાકિસ્તાની આતંકીઓને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓ પર હુમલો કરવામાં આવે. 

India એ અત્યાર સુધીમાં કર્યું આટલું રોકાણ
તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના હિસ્સા પર પોતાનો કબજો જમાવ્યો છે અને અફઘાન સેના સતત તેની સામે નબળી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન પણ તાલિબાનની મદદ કરી રહ્યું છે જેથી કરીને તેના સહારે તે ભારતને અફઘાનિસ્તાનથી દૂર કરી શકે. ભારત સરકારે છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનના પુર્નનિર્માણના પ્રયત્નમાં 3 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં ડેલારામ-જરાંજ સલમા બંધ વચ્ચે 218 કિમીનો રસ્તો અને અફઘાન સંસદ ભવન જેું ઉદ્ધાટન 2015માં કરાયું હતું તે પણ સામેલ છે. 

10 હજાર પાકિસ્તાનીઓ અફઘાનિસ્તાન પહોંચ્યા
અફઘાનિસ્તાનની નિગરાણી કરતા સરકારી સૂત્રોએ જણાવ્યું કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાનિસ્તાન સરકાર વિરુદ્ધ તાલિબાનના હુમલાનું ખુલીને સમર્થન કરવા માટે 10 હજારથી વધુ પાકિસ્તાનીઓ અફઘાનિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાની અને તાલિબાન આતંકીઓને ખાસ નિર્દેશ સાથે ભારત સરકાર દ્વારા નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવા અને ત્યાં ભાતરીય સદભાવનાના કોઈ પણ સંકેતને મિટાવવા માટે મોકલવામાં આવ્યા છે. 

પોતાની ભૂમિકાને લઈને ભારત ચિંતિત
ભારતે અફઘાનિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટું યોગદાન આપ્યું છે. ભારતે શિક્ષકો અને સહાયક કર્મચારીઓને તાલિમ આપવામાં એક મોટી ભૂમિકા ભજવી છે. હક્કાની નેટવર્ક સહિત પાકિસ્તાન સમર્થિક ઈસ્લામિક આતંકવાદી સમૂહ ત્યાં ભારત વિરુદ્ધ વર્ષોથી ખુબ સક્રિય છે. ભારત હવે આ મુદ્દે પણ અસમંજસમાં છે કે શું તેને કાબુલમાં પોતાની હાજરી રાખવા માટે મંજૂરી મળશે? કારણ કે હજુ સુધી અત્યંત કટ્ટરપંથી ઈસ્લામી સમૂહ દ્વારા કોઈ આશ્વાસન કે સંકેત આપવામાં આવ્યા નથી, જેને ભારતના વિરોધ તરીકે જોવામાં આવ્યું છે. 

ભારતીય એજન્સીઓની બાજ નજર
ભારતીય એજન્સીઓ કાબુલ એરપોર્ટ ઉપર પણ બાજ નજર રાખી રહ્યા છે. જે હવે ઝાઝો સમય અમેરિકી સુરક્ષામાં રહેશે નહીં. બગરામ એરબેસ(Bagram air base) સહિત અમેરિકનોના આધીન અનેક હવાઈ ક્ષેત્ર તાલિબાન સાથે ચાલી રહેલા સંઘર્ષ કારણસર ખાલી કરાવાયા છે. જ્યારે સિવિલ કાર્યોમાં લાગેલા ભારતીય કામદારોને પણ બહાર જવાનું કહેવાયું છે. નોંધનીય છે કે ભારતે હાલમાં જ કાબુલ શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે શાહતૂત બંધ સહિત લગભગ 350 મિલિયન અમેરિકી  ડોલરના કાર્યોની પણ જાહેરાત કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post