• Home
  • News
  • Israel-Hamas War : ગાઝામાં યુદ્ધ લંબાશે તો ક્રુડ અને મોંઘવારીમાં થશે ધરખમ વધારો, વિશ્વ બેંકની ચેતવણી
post

જો યુદ્ધમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે તો 1973 જેવી સ્થિતિ સર્જાવાની વિશ્વ બેંકની ચેતવણી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-31 19:06:14

નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War)ના યુદ્ધના કારણે ગાઝાના લોકો અનાજ-પાણી સહિતના સંકટોનો સામનો કરી રહ્યા છે. યુદ્ધ અસર અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે, ત્યારે વિશ્વ બેંકે (World Bank) ચેતવણી આપતા કહ્યું કે, જો યુદ્ધ લંબાશે તો ક્રુડ ઓઈલની કિંમતોમાં ધરખમ વધારો થઈ શકે છે અને તેના કારણે વિશ્વભરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે.

વિશ્વ બેંકે યુદ્ધના કારણે સર્જાનાર 3 સંકટો વિશે માહિતી આપી

  1. વિશ્વ બેંકે રિપોર્ટમાં યુદ્ધના કારણે 3 સંકટોને ટાંક્યા છે. પ્રથમ સંકટમાં જો યુદ્ધ સંઘર્ષમાં સામાન્ય અવરોધો ઉભા થશે તો તેની અસર પણ વિશ્વભરમાં સામાન્ય જોવા મળશે, જેના કારણે આગામી વર્ષે ક્રુડ ઓઈલની કિંમત (Crude Oil Price Hike) પ્રતિ બેરલ સરેરાશ 81 ડૉલર ઘટવાની સંભાવના છે.
  2. બીજા સંકટની વાત કરીએ તો જો યુદ્ધમાં સામાન્ય કરતા વધુ સંઘર્ષ સર્જાશે તો વૈશ્વિક ક્રુડ પુરવઠો દૈનિક 3 મિલિયનથી 5 મિલિયન બેરલ સુધી ઘટી જશે, જેના કારણે ક્રુડની કિંમતોમાં 35 ટકા વધવાની સંભાવના છે.
  3. ત્રીજા સંકટને ટાંકીને વિશ્વ બેંકે જણાવ્યું છે કે, યુદ્ધ લંબાશે, ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે તો 1973 (આરબ તેલ પ્રતિબંધ)ની જેમ વિશ્વભરમાં સરેરાશ 6થી 8 મિલિયન બેરલનો ઘટાડો થશે અને આવી સ્થિતિમાં ક્રુડની કિંમતોમાં 56 ટકાથી 75 ટકા અથવા પ્રતિ બેરલ 140થી 157 ડૉલરનો વધારો થઈ શકે છે.

...તો ખાણી-પીણીની ચીજવસ્તુઓ થશે મોંઘી

વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમિત ગિલે કહ્યું કે, યૂક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia war)ના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અગાઉથી જ અસર પહોંચી છે, જે હજુ પણ યથાવત્ છે. ગિલે કહ્યું કે, જો યુદ્ધ લંબાશે તો વૈશ્વિક અર્થતંત્રને દાયકામાં પ્રથમવાર બેવડી ઉર્જા સંકટનો સામનો કરવો પડશે. વિશ્વબેંકના ઉપપ્રમુખ અર્થશાસ્ત્રી અહાન કોસે પણ કહ્યું કે, ક્રુડ ઓઈલની ઊંચી કિંમતોના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતો વધશે.

યુદ્ધને આજે 25મો દિવસ

7 ઓક્ટોબરે હમાસે ગાઝા (Gaza) પટ્ટીથી ઈઝરાયેલ પર 5000થી વધુ રોકેટ મારો કર્યો હતો, જેમાં 1400 ઈઝરાયેલીઓના મોત થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી. સતત ત્રણ સપ્તાહ સુધી ચાલી રહેલા યુદ્ધમાં સંપૂર્ણ ગાઝા પટ્ટી સંકટનો સામનો કરી રહી છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃત્યુ પામેલ પેલેસ્ટાઈની નાગરિકોની સંખ્યા વધીને 8306 પર પહોંચી છે. અત્યાર સુધીમાં ગાઝામાં 23 લાખમાંથી અડધા નાગરિકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. આ યુદ્ધમાં 1400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસના આતંકવાદીઓએ 200થી વધઉ નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે. હમાસનો દાવો છે કે, ઈઝરાયેલના બોંબમારાના કારણે 50થી વધુ બંધકોના મોત થયા છે.


adv

Related News

post
post
post
post
post
post
post