• Home
  • News
  • ઈઝરાયેલનું મુંબઈ હુમલાની વરસી પહેલા મોટું એલાન, લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું
post

આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-21 20:29:40

ઈઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈ આંતકી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા (LeT)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન (terrorist organisation) જાહેર કર્યું છે. ઈઝરાયેલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મુંબઈ હુમલાને લગભગ 5 દિવસમાં 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આ માહિતી આપી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેને દોઢ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે અને આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે હવે ઈઝરાયેલે મુંબઈ આતંકવાદી હુમલાની 15મી વરસી પહેલા જ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ઈઝરાયેલે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવાની ભારત પાસે માંગણી કરી છે જો કે ભારતે હજુ સુધી હમાસને આતંકવાદી સંગઠનનો દરજ્જો આપ્યો નથી. 

સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો : ઇઝરાયેલી દૂતાવાસ

ઇઝરાયેલી દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે તમામ જરૂરી દસ્તાવેજો અને વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. અને આ તમામ પ્રક્રિયાઓ પૂરી કરી અને  લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું છે. આ ઉપરાંત ઈઝરાયેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમો અનુસાર ઈઝરાયેલ પોતાની આતંકી યાદીમાં ફક્ત તે જ આતંકવાદી સંગઠનોને સામેલ કરે છે જે ઈઝરાયેલની સરહદની અંદર અથવા તેની આસપાસ સક્રિય છે અને ઈઝરાયેલ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post