• Home
  • News
  • દેશમાં તૈયાર થયેલી ચંદ્રમા જેવી માટીની ISROને પેટન્ટ મળી, ચંદ્રયાન-2 મિશન સમયે તૈયાર કરી હતી
post

ઈસરોએ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનના ટેસ્ટીંગ માટે ચંદ્ર જેવી માટી તૈયાર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 10:50:36

ચેન્નાઈ: ભારતીય સ્પેશ એજન્સી (ISRO)ને ચંદ્ર જેવી માટી તૈયાર કરવાની ટેકનિકની પેટન્ટ મળી ગઈ છે. ઈસરોએ ચંદ્રયાન-2ના લેન્ડિંગ સમયે ભારતમાં જ ચંદ્રમા જેવી સપાટી તૈયાર કરી હતી. તેના પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 18 મેના રોજ ભારતીય પેટન્ટ ઓફિસે ઈસરોની આ ટેકનિક માટે પેટન્ટ આપી હતી. ઈસરોએ પેટન્ટ માટે 15 મે,2014ના રોજ અરજી કરી હતી. પેટન્ટ અરજીની તારીખથી 20 વર્ષ માટે તે માન્ય રહેશે. 

આ વૈજ્ઞાનિકોએ શોધી હતી ટેકનીક
ચંદ્રમાં જેવી માટી તૈયાર કરવાની ટેકનીક શોધવામાં ઈસરોના સંશોધનકર્તા આઈ વેણુગોપાલ, એસએ કન્નન, શામરાઓ, વી ચંદ્ર બાબૂની મહત્વની ભૂમિકા હતી. સંશોધન ટીમે તમિલનાડુની પેરિયાર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જીયોલોજીથી એસ અનબઝગન, એસ અરિવઝગન, સીઆર પરમશિવમ અને એમ ચિન્નામુથુ તિરુચિરપલ્લીના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના મુથુકુમારનનો સામેલ થશે.

અમેરિકાથી ખરીદવી ખૂબ જ મોટો સોદો હતો

ઈસરોના યુઆર સેટેલાઈટ સેન્ટર (URSC)ના ડિરેક્ટર રહી ચુકેલા એમ અન્નાદુરઈએ જણાવ્યું કે ચંદ્ર અને પૃથ્વીની સપાટી બિલકુલ અલગ છે. માટે અમે લેન્ડર અને રોવરના ટેસ્ટિંગ માટે આર્ટીફિશિયલ માટી બનાવી, જે બિલકુલ ચંદ્રની સપાટી જેવી દેખાય. તેમણે કહ્યું કે અમેરિકાથી ચંદ્રની માટી જેવા પદાર્થ ખરીદવા ખૂબ જ મોઘા સાબિત થતા હતા અને ઈસરોએ આશરે 70ટકા  માટીની જરૂર હતી. માટે એક સ્થાયી ઉકેલ જરૂરી હતો.

તમિલનાડુના સાલેમની માટીનો ઉપયોગ કરાયો

અન્નાદુરાઈએ કહ્યું કે તમિલનાડુના સામેલમાં એનોર્થોસાઈડ નામના ખડક છે, જે ચાંદ્ર પર રહેલા ખડક જેવા છે. વૈજ્ઞાનિકોએ અગાઉ આ ખડકોને પીસ્યા અને બાદમાં બેંગ્લુરુ લઈને આવ્યા. ત્યારબાદ તેને ચંદ્રની સપાટીની માફક ફેરફાર કર્યા અને બાદમાં ટેસ્ટીંગ સાઈડ તૈયાર કરી.

ચંદ્રમાની સપાટી બે પ્રકારની છે. પહેલી હાર્ડલેન્ડ કહે છે. તેના જેવી માટી ઈસરોએ તૈયાર કરી હતી. ચંદ્રમાં ના 83 ટકા ભાગ હાઈલેન્ડનો છે. આ સપાટીમાં એલ્યુમિનિયમ અને કેલ્શિયમ વધારે છે.
અન્ય છે મેયરા. ચંદ્રમા પર દેખાતા કાળા ખાડા અંદરની સપાટીને મેયર કહે છે. તેમા આયર્ન, મેગ્નીશિયમ અને ટાઈટેનિયમ હોય છે. ઘણા ઓછા એવા દેશ છે કે જેમણે હાઈલેન્ડ સપાટીને આર્ટીફિશિયલ રીતે તેમના દેશમાં તૈયાર કર્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post