• Home
  • News
  • ‘ઈવીએમ કંટ્રોલ કરવું શક્ય, ટૂંક સમયમાં ખુલાસો કરીશું’, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની ચીમકી
post

ભારતમાં ઈવીએમ સાથે વીવીપેટ જોડ્યા બાદ આશંકા શરૂ થઈ હોવાનો સામ પિત્રોડાનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-25 19:23:03

2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા કોંગ્રેસે (Congress) ફરી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નિકટના ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા (Sam Pitroda)એ EVMમાં છેડાછાડ થઈ શકતી હોવાનો દાવો કર્યો છે. તેમણે ટુંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે EVMનો ખુલાસો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, ઈવીએમને કંટ્રોલ કરી શકાય છે અને તેમાં છેડછાડ કરવી પણ શક્ય છે. સામ પિત્રોડાએ કહ્યું કે, હાલ ભારતમાં ઈવીએમ સ્વતંત્ર રીતે ઉપયોગમાં લેવાતા મશીન નથી. ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીન જોડ્યા બાદ આશંકાઓ શરૂ થઈ છે. વીવીપેટમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોવાથી તે એક અલગ ડિવાઈસ છે. ઈવીએમ સાથે વીવીપેટને જોડવા એક સ્પેશ્યલ કનેક્ટરનો ઉપયોગ કરાય છે, જેને એસએલયૂ કહેવાય છે. આ એસએલયુના કારણે ઘણી આશંકાઓ ઉભી થાય છે.

થર્મલ પ્રિન્ટના બદલે 

તેમણે દાવો કર્યો કે, એસએલયૂ કનેક્ટરથી વીવીપેટમાં જોઈ શકાય છે કે, કયા બટનથી ભાજપને વોટ મળ્યો, કયા બટનથી કોંગ્રેસને અને કયા બટનથી અન્યને વોટ મળ્યો. મતદાન પહેલા કનેક્ટરને સેટ કરવામાં આવે છે. એસએલયૂ જોડ્યા બાદ ઈવીએમ સ્વતંત્ર મશીન રહેતું નથી. આમાં તે તમામ કામ થઈ શકે છે, જેની વાતો થઈ રહી છે. વીવીપેટથી થર્મલ પ્રિન્ટમાં નિકળતી સ્લિપ થોડા સપ્તાહો સુધી જ સુરક્ષિત રહે છે, ત્યારબાદ તેમાં છપાયેલું લખાણ ઉડી જાય છે, તેથી અમારી માંગ છે કે, મતદારોને અપાયેલી સ્લિપને 5 વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય તેવા પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે. મતદારોને પણ થોડા સમય સુધી જ આ સ્લિપ જોવા મળે છે.

‘ઈવીએમમાં છેડછાડ કરવી શક્ય’

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે, મત આપ્યા બાદ મતદારોને કાગળમાં કઢાયેલી સ્લિપ આપવામાં આવે અને તે સ્લિપ અલગથી રખાયેલ બૉક્સમાં મત તરીકે નાખવામાં આવે. આ બૉક્સ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે જોડાયેલું ન હોવું જોઈએ. ત્યારબાદ આ બૉક્સમાં નખાયેલ સ્લિપોની ગણતરી કરવામાં આવે. તેમણે કહ્યું કે, ભારત અને વિશ્વના અન્ય ટેકનોલોજી નિષ્ણાંતો કહી રહ્યા છે કે, ઈવીએમમાં નિશ્ચિત કોઈ સમસ્યા છે, જોકે આ બાબત પર ભારતીય ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ ધ્યાન આપી રહ્યા નથી. એક પ્રોફેશનલ હોવાથી હું કહી રહ્યો છું કે, ઈવીએમમાં છેડછાડ થઈ હોય તે જરૂરી નથી, પરંતુ મને સંપૂર્ણ આશંકા છે કે, ઈવીએમમાં હેરફાર થઈ શકે છે. ઈવીએમમાં બધુ જ ઠીક હોવાનું હું સ્વિકારતો નથી. ઈવીએમના કારણે વિશ્વાસનું સંકટ ઉભી થયું છે.

EVM વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ : સામ પિત્રોડા

સામ પિત્રોડાએ કહ્યું કે, રાજકીય પક્ષોએ ઈવએમ વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ, હસ્તાક્ષર અને જાગરૂકતા અભિયાન ચલાવવા જોઈએ. જરૂર પડે તો નવયુવાનોએ રસ્તાઓ પર ઉતરી આંદોલન કરવું જોઈએ. રાજકીય પક્ષોએ ઈવીએમથી ચૂંટણી કરાવવાનો બહિષ્કાર કરવાની બાબતને વિકલ્પ તરીકે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી ઈવીએમ મુદ્દે ગંભીર છે. આ મામલે મારી તેમની સાથે વાત થઈ છે. હું EVM મામલે ટુંક સમયમાં તકનીકી નિષ્ણાતો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સામે એક પ્રેસ કોન્ફરન્સ કરવાની યોજના બનાવી રહ્યો છું.


adv

Related News

post
post
post
post
post
post
post