• Home
  • News
  • ઇટ્સ ઓફિસિયલ, બિપાશા માતા બનશે !
post

બિપાશા અને કરણ ગ્રોવરના લગ્ન 2016માં થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 17:33:35

મુંબઈ: ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુ પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે તેવી ચર્ચા કેટલાક સમયથી ચાલી રહી હતી આખરે બિપાશાએ પોતાની સગર્ભાવસ્થાની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બિપાશાએ આ એનાઉન્સમેન્ટ કરતાં લખ્યું છે કે જીવનમાં એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. વ્યક્તિગત રીતે જિંદગી શરૂ થઈ હતી પછી તેમાંથી અમે બે થયા અને હવે બે ના ત્રણ થઈ રહ્યાં છીએ. અમારા પ્રેમના અવતરણ રૂપે એક બાળક અમારી જિંદગીમાં સામેલ થશે.

 

ઉલ્લેખનીય છે કે બિપાશા અને કરણ ગ્રોવરના લગ્ન 2016માં થયા હતા તે પછી બિપાશા પ્રેગનેટ હોવાની અટકળો એક થી વધુ વખત  વ્યક્ત થઇ ચૂકી છે. જોકે આ વખતે ખુદ બિપાશા એ જ આ ન્યુઝ કન્ફર્મ કરતાં સમગ્ર બોલીવુડ માંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

બોલીવુડની બીજી બે અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને સોનમ કપૂર પણ પ્રેગ્નન્ટ છે. આલિયાની ડિલિવરી ડેટ ડિસેમ્બરમાં આવવાની છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post