• Home
  • News
  • જાડેજાએ રેકોર્ડ 11મી વખત લીધી 5 વિકેટ, ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 177 રનમાં સમેટાઈ
post

ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 15:33:34

અમદાવાદ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. આ શ્રેણી માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયા સામે દબદબો જમાવી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લે 2014માં ભારતીય ટીમથી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. 

અશ્વિને 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે

સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીને 36 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે અશ્વિનની ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી છે. અશ્વિન પોતાની 89મી ટેસ્ટમાં 450 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બની ગયો છે. 

જાડેજાએ સતત બે વિકેટ ઝડપી

લંચ બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાનો જાદુ બતાવ્યો અને ઓસ્ટ્રેલિયાની ટીમને 84 રનમાં સતત બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે માર્નસ લેબુશેનને 49 રનમાં વિકેટકીપર દ્વારા સ્ટમ્પ આઉટ કર્યો. ત્યારબાદ બીજા બોલ પર જાડેજાએ નવા બેટ્સમેન મેટ રેનશોને LBW દ્વારા આઉટ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post