• Home
  • News
  • જયશંકરે કહ્યું- બંને દેશોની વાતચીત ચાલુ, જોકે કેટલીક વસ્તુ સિક્રેટ છે, સંબંધો બગડ્યા તો પરિણામ બંને દેશોએ ભોગવવાં પડશે
post

મોસ્કોમાં શંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભારત, રશિયા અને ચીનના વિદેશમંત્રીઓની મુલાકાત થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 12:29:55

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત-ચીન સીમા વિવાદ પર ચાલી રહેલી ચર્ચા પર વાત કરી છે. ગુરુવારે બ્લુમબર્ગ ઈન્ડિયા ઇકોનોમિક ફોરમમાં જયશંકરે કહ્યું હતું, બંને દેશોની વચ્ચે વાતચીલ ચાલુ છે, જોકે એમાં કેટલીક ચીજો સિક્રેટ છે, એ અંગે કોઈપણ પ્રકારનું પૂર્વાનુમાન લગાવવાની કોશિશ ન કરો.

જયશંકરે એ પણ કહ્યું હતું કે છેલ્લા 3 દશકાથી ભારત-ચીનના સંબંધોની મજબૂતી એ વાત પરથી આંકવામાં આવે છે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી) પર કેટલી શાંતિ છે. સમસ્યા ક્યારેય ભારતે પેદા કરી નથી. સીમા પર તણાવ ઓછો કરવા માટે બંને દેશો સતત વાતચીત કરી રહ્યા છે.

કોઈપણ પ્રકારનો અંદાજ ન લગાવો
મોડરેટરે ભારત-ચીનની વાતચીતનું શું પરિણામ આવશે, એ પૂછતાં જયશંકરે ફરીથી કહ્યું, કામ પ્રગતિ પર છે. વાતચીત ચાલુ છે, જોકે ઘણી ચીજો કોન્ફિડેન્શિયલ છે. હાલ સાર્વજનિક રીતે કંઈ પણ કહેવું યોગ્ય નથી. એલએસીની નજીકના વિસ્તારમાં આર્મીની બટાલિયનો તહેનાત કરવામાં આવી છે. આ પહેલાં ગત મહિને આવું કરવામાં આવ્યું ન હતું.

જયશંકરના જણાવ્યા મુજબ, બંને દેશો(ભારત-ચીન)ની વચ્ચે વેપાર સહિત ઘણા મુદ્દા આવે છે. સીમા પર શાંતિ રહે, તેના માટે બંને દેશોએ 1993માં ઘણા કરાર કર્યા હતા. જો આપણે આ કરારનું સન્માન નહિ કરીએ તો એ સંબંધો બગડવાનું મુખ્ય કારણ બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post