• Home
  • News
  • જાપાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બનાવશે, અમેરિકા તેને F-35 ફાઈટર જેટ આપશે
post

જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ સંસદને જણાવ્યું છે કે તે સ્ટીલ્થ ફાઈટર પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:58:54

ટોકિયો: જાપાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બનાવવા જઈ રહ્યું છે. આ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બે એન્જિન વાળું હશે અને આગામી થોડા વર્ષોમાં તૈયાર થઈ જશે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ પ્રોજેક્ટની જાણકારી સંસદને આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ચીનની તરફથી સેનકાકૂ આઈલેન્ડ અને અન્ય વિવાદમાં જાપાનને સૈન્ય અથડામણની આશંકા છે. જો કે, તે પોતાની તરફથી તૈયારી રાખવા જઈ રહ્યું છે.

આ સાથે જ અમેરિકા અને જાપાન વચ્ચે F-35 ફાઈટર જેટ્સની ડીલ પણ થઈ ગઈ છે. અમેરિકાના આ ફાઈટર જેટ્સને તેમની કેટેગરીમાં ખતરનાક માનવામાં આવે છે. 

સિક્સથ જનરેશન સ્ટીલ્થ ફાઈટર જેટ્સ 
જાપાન પાસે હાલ અમેરિકામાં બનાવાયેલા 100 F-2 ફાઈટર જેટ્સ છે. તે હવે પોતાની એરફોર્સને નવી રતે તૈયાર કરી રહ્યું છે. તેનું પુરુ ધ્યાન ચીન સામે પહોંચી વળવા પર છે. જાપાન પાસે ટેક્નોલોજી પણ છે અને અન્ય સ્ત્રોત પણ છે. હાલ જાપાને ફાઈટર પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ કરી દીધું છે. CNNના એક રિપોર્ટ પ્રમાણે, 2031 સુધી જાપાન સ્ટીલ્થ ફાઈટર જેટ્સનો એક કાફલો તૈયાર કરી લેશે અને સહયોગી દેશોને વેંચી પણ શકશે.

અમેરિકાની તુલનામાં આવશે
સ્ટીલ્થ ફાઈટર જેટ્સના મામલામાં અમેરિકા હાલ દુનિયામાં સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયા પહેલા જ આની પર કામ શરૂ કરી ચુક્યું છે. હવે જાપાન પણ તેના પર કામ કરી રહ્યું છે. તેને પ્રારંભિક બજેટ 6100 લાખ ડોલર રાખ્યું છે. આ ઉપરાંત તે મિલેટ્રી ડ્રોન પ્રોજેક્ટ પર પણ કામ આગળ વધારશે.

સ્ટીલ્થમાં આ ખાસિયત હોઈ શકે છે 
CNN
ના જણાવ્યા પ્રમાણે, જાપાનના સ્ટીલ્થ ફાઈટસ જેટ્સમાં મિસાઈલ એ રીતે ફીટ થશે જે એક સાથે દુશ્મનના ઘણા એરક્રાફ્ટને ટાર્ગેટ કરી શકશે. જેને ઈન્ટીગ્રેટેડ ફાયર કંટ્રોલ નેટવર્ક શૂટિંગ કહેવાય છે. અમેરિકાના F-22 સ્ટીલ્થ ફાઈટર જેટ્સથી વધુ હથિયાર રાખવાની કેપિસિટી હશે. આ જેટ ઝડપથી પલટી શકશે અને એ જ ઝડપે નિશાન પણ લગાવી શકશે. ડિફેન્સ મિનિસ્ટર તારો કોનોએ ગત મહિને સ્પષ્ટ કહ્યું હતું કે, હવે ચીન સાથે મુકાબલા માટે જાપાને કમર કસી લેવી જોઈએ.

F-35 પણ ખરીદશે
જાપાને ચીન સાથે મુકાબલાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તેના કરતા વધુ મોંઘા પરંતુ એકદમ ખતરનાક અમેરિકી F-35 ફાઈટર જેટ્સને ખદીવાની પ્રોસેસ પુરી કરી લીધી છે. જાપાન સરકારે 100 F-35 ખરીદવાની ડીલ કરી લીધી છે. આવતા મહિને  પહેલુ ફાઈટર જેટ મળી શકે છે. આ ઉપરાંત જાપાન અમેરિકા પાસેથી જ 42 F-35 જેટ્સ પણ ખરીદશે. આ વર્ટિકલ લેન્ડિગ કરનારું દુનિયાનું પહેલું એરક્રાફ્ટ છે. જાપાનની નેવી માટે આ ઘણું મહત્વનું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post