• Home
  • News
  • ઈલોન મસ્કને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા જેફ બેઝોસ, જુઓ ટોપ 10ની યાદી
post

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે 200 અબજ ડોલરની સંપત્તિ છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-05 19:21:34

ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યુ હતુ. જોકે હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ આ ધનવાનોની લિસ્ટમાં પહેલા સ્થાને આવી ગયા છે અને તેમણે ઈલોન મસ્કને બીજા સ્થાન પર ધકેલી દીધા છે.  

જેફ બેઝોસ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે 200 અબજ ડોલરની સંપત્તિ છે અને આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ બની ગયા છે. જોકે જેફ બેઝોસની સંપત્તિમાં પણ 500 મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે પરંતુ તેમની કુલ નેટવર્થ 200 બિલિયન ડોલર પર છે જે ઈલોન મસ્કની કુલ સંપત્તિ કરતા વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસે પોતાની સંપત્તિ 23.4 બિલિયન ડોલર વધારી દીધી છે જ્યારે ઈલોન મસ્કની નેટવર્થ આ વર્ષે 31.3 બિલિયન ડોલર ઘટી છે.

ઈલોન મસ્કનું પાછળ થવાનું કારણ શું?

ગ્લોબલ બજારોમાં ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે અને જેના કારણે ઈલોન મસ્કની નેટવર્થમાં કુલ 17.6 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. ટેસ્લાના શેરોની કુલ મૂડી ઘટવાના કારણે ઈલોન મસ્કની નેટવર્થ ઘટીને 200 બિલિયન ડોલરથી નીચે જઈ પહોંચી. અત્યારે 198 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ઈલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં બીજા સ્થાને પહોંચી ગયુ છે.

મુકેશ અંબાણી ટોપ 10માં પહોંચ્યાના નજીક-ગૌતમ અદાણી આ સ્થાને

ભારતના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં 11માં સ્થાને છે અને 115 બિલિયન ડોલર છે. મુકેશ અંબાણી આ વર્ષે અત્યાર સુધી 18.2 બિલિયન ડોલરની પોતાની નેટવર્થમાં જોડાઈ ચૂક્યા છે. ગૌતમ અદાણી આ લિસ્ટમાં 12માં નંબરે છે અને તેમની પાસે હાલ 104 બિલિયન ડોલરની નેટવર્થ છે. આ વર્ષે ગૌતમ અદાણીએ પોતાની નેટવર્થમાં 19.2 બિલિયન ડોલરનો વધારો કર્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ટોપ 10 ધનવાનોના નામ

ધનવાનોના નામ 
કુલ સંપત્તિ
જેફ બેઝોસ 
200 બિલિયન ડોલર
ઈલોન મસ્ક 
198 બિલિયન ડોલર
બર્નાર્ડ આર્નોલ્ટ
197 બિલિયન ડોલર
માર્ક ઝકરબર્ગ 
179 બિલિયન ડોલર
બિલ ગેટ્સ
150 બિલિયન ડોલર
સ્ટીવ બાલ્મર 43 બિલિયન ડોલર
વોરેન બફેટ 
133 બિલિયન ડોલર
લેરી એલિસન
129 બિલિયન ડોલર
લેરી પેજ 
122 બિલિયન ડોલર
સેર્ગેઈ બ્રિન
116 બિલિયન ડોલર


adv

Related News

post
post
post
post
post
post
post