• Home
  • News
  • જેનિફર-બેન એફ્લેકના વેડિંગ:સગાઈના 20 વર્ષ બાદ લગ્ન કર્યા, કહ્યું- પ્રેમ સુંદર હોય છે
post

જેનિફરે લગ્ન બાદ કહ્યું હતું, 'પ્રેમ સુંદર છે અને પ્રેમ દયાળું છે. 20 વર્ષની રાહ બાદ ખ્યાલ આવ્યો કે પ્રેમ ધૈર્યવાન પણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-18 19:54:00

હોલિવૂડ એક્ટ્રેસ-સિંગર જેનિફર લોપેઝે એક્ટર બેન એફ્લેક સાથે લાસ વેગાસમાં લગ્ન કર્યા છે. 52 વર્ષીય જેનિફર છેલ્લાં 20 વર્ષથી 49 વર્ષીય બેન સાથે રિલેશનશિપમાં હતી. જોકે, વચ્ચે તેમની વચ્ચે બ્રેકઅપ પણ થયું હતું, પરંતુ ગયા વર્ષે બંને ફરી રિલેશનશિપમાં આવ્યા હતા. જેનિફરે લગ્ન બાદ સરનેમ બદલીને જેનિફર અફ્લેક કરી છે.

જેનિફરના ચોથા લગ્ન
કપલે 2002માં સગાઈ કરી હતી. જોકે, એક વર્ષ બાદ સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. બંનેએ અન્ય કોઈ સાથે લગ્ન કર્યા હતા. કપલ ગયા વર્ષે ફરી રિલેશનશિપમાં આવ્યું અને આ વર્ષે એપ્રિલમાં સગાઈ કરી હતી. જેનિફરને બે બાળકો છે. જેનિફરના આ ચોથા લગ્ન છે. જેનિફરે પહેલાં લગ્ન 1997માં ઓજની નોરા સાથે કર્યા હતા. જોકે, આ લગ્ન માત્ર એક વર્ષ ટક્યા હતા. 2001માં ક્રિસ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન બે વર્ષ ટક્યા હતા. 2004માં માર્ક એન્થોની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2014માં ડિવોર્સ લીધા હતા.

જેનિફરના મિત્ર ક્રિસે વીડિયો શૅર કર્યો
જેનિફરના ક્લોઝ ફ્રેન્ડ તથા હેર સ્ટાઇલિસ્ટ ક્રિસે સો.મીડિયામાં એક્ટ્રેસનો બ્રાઇડલ લુકનો વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં જેનિફર સિમ્પલ વ્હાઇટ વેડિંગ ગાઉનમાં જોવા મળી હતી. વીડિયો કેપ્શનમાં ક્રિસે કહ્યું હતું, 'લગ્ન પહેલાં લાસ્ટ મિનિટ ફીલિંગ..' વીડિયોમાં ક્રિસે જેનિફરને સવાલ કર્યો હતો કે તે કેવું ફીલ કરે છે? જેનિફર કહે છે, 'હું ઘણું જ સારું ફીલ કરું છું.' ડ્રેસ અંગે જેનિફરે કહ્યું હતું, 'મેં આને સંભાળીને રાખ્યો હતો અને હવે ફાઇનલી મારા લગ્નના દિવસે પહેરી રહી છું.'

જેનિફરે લગ્ન બાદ કહ્યું હતું, 'પ્રેમ સુંદર છે અને પ્રેમ દયાળું છે. 20 વર્ષની રાહ બાદ ખ્યાલ આવ્યો કે પ્રેમ ધૈર્યવાન પણ છે. બિલકુલ એવો જેવો અમે ઈચ્છતા હતા.' જેનિફરે પોતાને 'મિસિસ જેનિફર લિન એફ્લેક' કહીને સંબોધિત કરી હતી. બંનેએ 16 જુલાઈના રોજ ક્લાર્ક કાઉન્ટીમાંથી મેરેજનું લાઇસન્સ લીધું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post