• Home
  • News
  • જેઠાલાલ સેટ પર દયાના રોલને બહુ જ મિસ કરે છે, કહ્યું, બધું જ મેકર્સ પર નિર્ભર છે
post

'તારક મહેતા..' સિરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી. આ સિરિયલને 14 વર્ષ કરતાં વધુ સમય થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:16:47

છેલ્લાં 15 વર્ષથી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ દરમિયાન અનેક લોકોએ આ શો છોડ્યો છે અને નવા કલાકારની એન્ટ્રી થઇ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી 'હે મા... માતાજી...' સાંભળવા મળ્યું નથી, એટલે કે દયા ભાભીના રોલ વિશે હજુ કોઈપણ માહિતી નથી. સિરિયલમાં છેલ્લાં પાંચ વર્ષથી દયાભાભી જોવા મળ્યાં નથી.

ટીવી-એક્ટર નીતીશ ભલુની ટપુનો રોલ પ્લે કરશે. નીતીશે સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ તેને નવા ટપુ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતીશે તેમના ઓનસ્ક્રીન ફાધર જેઠાલાલનો પરિચય કરાવ્યો હતો, જેમાં બંને એકબીજાને સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા હતા. એ સમયે જ જેઠાલાલને દયાભાભીની યાદ આવી ગઈ હતી. નોંધનીય છે કે આ સિરિયલ જુલાઈ, 2008થી ટીવી પર આવી રહી છે.

જેઠિયાને આવી દયાની યાદ...
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેઠાલાલ વાત કરતી વખતે દયાભાભીને કારણે ભાવુક થઇ ગયા હતા. જ્યારે દિલીપજોશીને પૂછવામાં આવ્યું કે આ શોમાં દયાભાભી ક્યારે કમબેક કરશે? જેના જવાબમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે ' આ બાબતે મને કોઈ આઈડિયા નથી, એ સંપૂર્ણપણે નિર્માતાઓ પર આધારિત છે. મેકર્સ નક્કી કરશે કે તે શોમાં નવો ચહેરો લાવવા માગે છે કે નહીં, પરંતુ એક કલાકાર તરીકે મને દયાનો રોલ બહુ જ યાદ આવે છે.

લાંબા સમયથી દર્શકોએ દયા અને જેઠાનાં રમૂજી દૃશ્યોનો આનંદ લીધો છે. જ્યારથી દિશા આ સિરિયલમાંથી આઉટ થઇ છે ત્યારથી એ ભાગ, એ એન્ગલ, રમૂજી ભાગ ક્યાંક ગાયબ થઈ ગયો છે, પરંતુ હું હંમેશાં પોઝિટિવ છું, અસિત પણ પોઝિટિવ રહે છે, તેથી જ કાલે શું થશે, ક્યારે થશે એ કોઈને ખબર નથી.

નીતીશ દિલીપ જોશી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે
'
તારક મહેતા'થી પોતાના કરિયરની નવી શરૂઆત કરવા જઈ રહેલા નીતીશ દિલીપ જોશી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. નીતીશે જણાવ્યું હતું કે 'દિલીપ જી જાણે છે કે આ રોલમાં કેવી રીતે રહેવું અને કેવી રીતે જીવવું. આ એક અલગ પ્રકારનો રોલ છે. જ્યારે સરનો સીન ચાલતો હોય ત્યારે હું કેમેરામાં બેસીને જોઉં છું કે તે જેઠાલાલના વ્યક્તિત્વને કેવી રીતે ઝડપી લે છે. તેમનાં વખાણ સાંભળ્યા બાદ દિલીપ જોષી કહે છે કે 'આ સમય મારાં વખાણ કરવાનો નથી, ટપુને જાણવાનો છે, તેથી જ તેના વિશે વાત કરો. તો બીજી તરફ જેઠાલાલે દયાબેન વિશે જે કહ્યું છે એના પરથી લાગે છે કે દયાભાભી જલદી જ પરત ફરી શકે છે.

દયાબેન ક્યારે કમબેક કરશે?
શોમાં દયાબેનની પરત ફરવા પર અસિત મોદીએ જણાવ્યું હતું કે દિશા પરત ફરે તો બહુ સારું, પરંતુ હવે તેની પાસે પારિવારિક જીવન છે. તે તેના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહી છે, તેનું આવવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે, પણ હવે ટપુ આવી ગયો એટલે દયાબેન પણ જલદી આવશે. દયા ભાભીના જ ગરબા, દાંડિયા, બધા ગોકુલધામ સોસાયટીમાં શરૂ થશે. થોડીવાર રાહ જુઓ. હવે બહુ મોડું નથી થયું. દયા ભાભી ટૂંક સમયમાં જોવા મળશે.

સિરિયલમાં ત્રીજો ટપુ આવ્યો
ઉલ્લેખનીય છે કે ટપુનું પાત્ર સૌ પહેલાં ભવ્ય ગાંધી પ્લે કરતો હતો, ત્યાર બાદ રાજ અનડકટ આવ્યો અને ત્રીજો ટપુ એટલે કે નીતીશ ભલુની આવ્યો છે.

અત્યારસુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.

3600થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે
'
તારક મહેતા..' સિરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી. આ સિરિયલને 14 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને 3600થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે. મરાઠીમાં આ સિરિયલ 'ગોકુલધામચી દુનિયાદારી' તથા તેલુગુમાં 'તારક મામા અય્યો રામા' પણ આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post