• Home
  • News
  • અમેરિકાના નવા રાષ્ટ્રપતિનું ભારત કનેક્શન; નાગપુરના લોકોનો દાવો બાઈડન અમારા સંબંધી છે
post

લેસ્લીએ 15 એપ્રિલ 1981માં પત્ર દ્વારા બાઈડનનો સંપર્ક કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 10:11:36

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. આગામી દિવસોમાં તે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેનો સમગ્ર પરિવાર અમેરિકામાંજ રહે છે પણ તેના અમુક સંબંધીઓ ભારતમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

નાગપુરમાં રહેતા અમુક લોકોએ દાવો કર્યો છે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર જો બાઈડનના સંબંધીઓ છે અને 1873થી તેઓ આ શહેરમાં રહે છે. વર્ષ 2013માં જ્યારે બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતા અને ભારત આવ્યા હતા ત્યારે તેમણે મુંબઈના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેના દૂરના કેટલાક સંબંધીઓ મુંબઈમાં રહે છે.

2013માં મુંબઈમાં અને 2015માં વોશિંગ્ટનના એક કાર્યક્રમમાં બાઈડને કહ્યું હતું કે 1972માં સેનેટર બન્યા પછી તેમને ભારતથી એક પત્રમળ્યો હતો. જેમાં તેમને જાણ થઈ હતી કે તેમના 'મહાન દાદા' ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા.

આ પત્ર નાગપુર સ્થિત લેસ્લી બાઈડન દ્વારા લખાયો હતો. તેના પૌત્રો નાગપુરમાં રહે છે અને આ લોકોએ દાવો કર્યો છે કે તેમનો પરિવાર 1873થી અહીં રહે છે. નાગપુર સ્થિત મનોવૌજ્ઞાનિક લેસ્લીની પૌત્રી સોનિયા બાઈડન ફ્રાન્સિંસએ PTIને જણાવ્યું હતું કે નાગપુર અને દરેક જગ્યાની બોલીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઈડનની જીત માટે પ્રેરક ભૂમિકા ભજવી છે.

સોનિયાએ કહ્યું કે લેસ્લી બાઈડન નાગપુરમાં રહેતા હતા અને 1983માં મૃત્યુ પહેલા તેઓ ઓરેન્જ સિટીમાં ભારત લોજ એન્ડ હોસ્ટેલ તેમજ ભારત કાફેમાં મેનેજર હતા. 28 માર્ચથી 4 એપ્રિલ 1981ના સાપ્તાહિક અંક 'ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા' ને વાંચતી વેળાએ તત્કાલિન અમેરિકન સેનેટર જો બાઈડનનો ઉલ્લેખ થયો હતો.

લેસ્લીએ 15 એપ્રિલ 1981માં પત્ર દ્વારા બાઈડનનો સંપર્ક કર્યો હતો. 30 મે 1981માં પત્રના માધ્યમથીજ જો બાઈડને ઉત્તર પણ આપ્યો હતો. ભારતમાંથી પત્ર મળતા તેઓ આનંદિત હતા અને તેમણે ભારતમાં પોતાના પૂર્વજો વિશે પણ ચર્ચા કરી હતી. સોનિયાનો મોટો ભાઈ ઈયાન બાઈડન નાગપુરમાં રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post