• Home
  • News
  • અમેરિકાના ચૂંટણી પરિણામથી ગુજરાતીઓને શું મળશે?:જૉ બાઇડેન જીતશે તો ભારતના 5 લાખને સિટિઝનશિપની શક્યતા, ટ્રમ્પની વિદેશ નીતિથી ઘણા નારાજ
post

ટ્રમ્પે H1-B વિઝાના નિયમો કડક બનાવ્યાં, બાઇડેને ઇમિગ્રેશન સુધારાનું વચન આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:09:29

અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ગુજરાતીઓનું પ્રમાણ મોટું છે. આ ચૂંટણીનાં પરિણામો અમેરિકામાં વસતાં ગુજરાતીઓ જ નહીં પણ અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે પણ નિર્ણાયક પુરવાર થવાના છે. ત્યારે જાણીએ કોની જીતતી ગુજરાતીઓને શું ફરક પડી શકે છે...

ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો?
વિઝા, ઇમિગ્રેશનના કાયદા વધારે કડક બનશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇમિગ્રેશન વિરોધી વલણ માટે જાણીતા રહ્યા છે. બોર્ડર પેટ્રોલિંગ, સ્કીલ્ડ વર્કર્સના અમેરિકા પ્રવેશ, ભારતીય પરિવારોના માઇગ્રેશન અને નિષ્કાસનને લઈને ટ્રમ્પની નીતિ આક્રમક રહી છે. ટ્રમ્પબાય અમેરિકન અને હાયર અમેરિકનની હાકલ કરી ચૂક્યાં છે. એટલું જ નહી એચવન-બી વિઝાના નિયમોને પણ વધુ કડક કર્યા તથા તેના માટેની ફીમાં તોતિંગ વધારો કર્યો હતો.

અને બાઇડેન જીતશે તો?
બાઇડેન અગાઉ વારંવાર કહી ચૂક્યાં છે કે ઇમિગ્રન્ટ્સના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા આવે છે. સાથે જ બાઈડેન વિઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યાં છે. એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમના માથે નિષ્કાસનનું સંકટ તોળાયેલું છે ત્યારે બાઇડેન એવી જાહેરાત કરી ચૂક્યાં છે કે પરિવારો અતૂટ રહે એનો પ્રયાસ કરશે. નિષ્ણાંતોના મતે બાઇડેન જીતશે તો 5 લાખ ભારતીયો માટે સિટિઝનશીપનો માર્ગ મોકળો બનશે.

ઇલેક્ટોરલ વૉટ અને પોપ્યુલર વૉટ વચ્ચેનો તફાવત શું છે?
અમેરિકન પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણીમાં અમેરિકાના મતદારો સીધા પ્રમુખ કે ઉપ-પ્રમુખને નહીં પણ ઈલેક્ટોરલ કોલેજને મત આપે છે. મતદારો સૌથી પહેલા ઈલેક્ટરો ચૂંટે છે. અમેરિકાના વિવિધ રાજ્યોને વસતીના આધારે ઈલેક્ટરોની બેઠક ફાળવાઈ હોય છે. જેમ કે, કેલિફોર્નિયામાં 55 ઈલેક્ટર છે, તો અલાસ્કા, ડેલવર, કોલમ્બિયા, મોન્ટાના, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા, વર્મોન્ટ અને વ્યોમિંગ જેવા રાજ્યોમાં ફક્ત 3-3 ઈલેક્ટર છે. આમ, અમેરિકાના 50 રાજ્યમાં મતદારો કુલ 538 ઈલેક્ટર ચૂંટે છે. અમેરિકન મતદારોએ કરેલું મતદાન પોપ્યુલર વૉટતરીકે ઓળખાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post