• Home
  • News
  • McAfee Antivirus બનાવનારા John McAfee એ સ્પેનની જેલમાં કરી આત્મહત્યા, US પ્રત્યાર્પણની તૈયારી હતી
post

બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી (John McAfee) સ્પેનની બાર્સિલોના(Barcelona) જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. તેઓ જાણીતા એન્ટીવાયરસ સોફ્ટવેર McAfee ના નિર્માતા હતા. જેલના અધિકારીઓનું કહેવું છે કે તેમણે આત્મહત્યા કરી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 10:47:29

મેડ્રિડ: બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી (John McAfee) સ્પેનની બાર્સિલોના(Barcelona) જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. તેઓ જાણીતા એન્ટીવાયરસ સોફ્ટવેર McAfee ના નિર્માતા હતા. જેલના અધિકારીઓનું કહેવું છે કે જ્હોને આત્મહત્યા કરી. અત્રે જણાવવાનું કે આ ઘટનાના થોડા સમય પહેલા જ સ્પેનિશ કોર્ટે ટેક્સ સંબંધિત અપરાધિક આરોપોનો સામનો કરી રહેલા 75 વર્ષના જ્હોન મેકેફીના અમેરિકા પ્રત્યાર્પણના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. 

ટેક્સ ચોરી અને ફ્રોડના હતા આરોપ
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ ગત મહિને એક કોર્ટ સુનાવણી દરમિયાન જ્હોન મેકેફીએ કહ્યું હતું કે જો તેમને અમેરિકામાં દોષિત ઠેરવવામાં આવશે તો તેમણે આખુ જીવન જેલમાં પસાર કરવું પડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સ્પેનિશ કોર્ટ તેમને થયેલા અન્યાયને ધ્યાનમાં રાખીને ચુકાદો આપશે. મેકેફીએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા તેમને એક ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવા ઉચ્છે છે. John McAfee લાંબા સમય સુધી અમેરિકાથી દૂર રહ્યા હતા. યુએસએ તેમના પર ટેક્સ ચોરી અને ક્રિપ્ટોકરન્સી ફ્રોડ જેવા આરોપ લગાવ્યા હતા. 

ગત વર્ષે થઈ હતી ધરપકડ
જ્હોન મેકેફીની 3 ઓક્ટોબર 2020ના રોજ બાર્સિલોના એરપોર્ટ પર ધરપકડ થઈ હતી. તે સમયે તેઓ બ્રિટિશ પાસપોર્ટ પર ઈસ્તંબુલ માટે ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતા. મેકેફીએ 1987માં દુનિયાને પહેલું કમર્શિયલ એન્ટી વાયરસ લોન્ચ કર્યું તે પહેલા NASA, ઝેરોક્સ અને લોકહીડ માર્ટિન માટે પણ કામ કર્યું હતું. તેમણે 2011માં પોતાની સોફ્ટવેર કંપની Intel ને વેચી દીધી હતી. 

વર્ષો સુધી નહતો ભર્યો ટેક્સ
McAfee
2019માં કહ્યું હતું કે તેમણે વૈચારિક કારણોસર આઠ વર્ષ સુધી અમેરિકામાં ઈન્કમ ટેક્સ ભર્યો ન હતો. આ વર્ષે તેમણે કેસથી બચવા માટે પોતાના પરિવાર સાથે અમેરિકા છોડી દીધુ. તેમણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ક્યૂબાને અમેરિકી વેપાર પ્રતિબંધથી બચવામાં મદદની રજૂઆત પણ કરી હતી. McAfee 2018માં એમ કહીને બધાને ચોંકાવી દીધા હતા કે બ્રાઝિલમાં તેમના 47 બાળકો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post