• Home
  • News
  • 'જોરમ' ફિલ્મની ઓસ્કાર લાઈબ્રેરીમાં એન્ટ્રી, મનોજ બાજપેયી ખુશખુશાલ, પોસ્ટ મૂકી ખુશી વ્યક્ત કરી
post

ગયા વર્ષે રિલીઝ થયેલી આ થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહોતી કરી શકી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-13 19:44:57

મનોજ બાજપેયી અને ઝીશાન અય્યુબની ફિલ્મ 'જોરમ'ને ગયા વર્ષે દુનિયાભરના વિવેચકોએ પસંદ કરી હતી. જો કે આઠમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મનો દેખાવ બોક્સ ઓફિસ પર સારો રહ્યો ન હતો, પરંતુ આ ફિલ્મે હવે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ ફિલ્મ ઘણાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી, જ્યાં તેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ લાઈબ્રેરીએ તેના કોર કલેક્શનમાં ‘જોરમ’ ફિલ્મને સ્થાન આપ્યું છે. હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે વિશ્વભરના ફિલ્મ નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન માટે ઉપલબ્ધ રહેશે.


‘જોરમ’ની સિદ્ધિથી મનોજ બાજપેયી ખુશખુશાલ

‘જોરમ’ને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન મળ્યાની ખુશી મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. આ સાથે જ તેમણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મે ક્યારેય કોઈ વેલિડેશન માટે કામ નથી કર્યું. હું ફક્ત મારા પેશન માટે જ કામ કરું છું.'

શું છે ‘જોરમ’ ફિલ્મની વાર્તા 

આ ફિલ્મમાં મનોજ બાજપેયી દસરુ નામના આદિવાસીનું પાત્ર નિભાવી રહ્યો છે. તેની પત્નીની મુંબઈમાં હત્યા થઇ જાય છે અને હત્યાનો આરોપ તેના પર લાગે છે. આ સ્થિતિમાં તે તેની ત્રણ મહિનાની પુત્રી સાથે તેના ગામ પાછા ભાગી જવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા, પરંતુ તેનું બોક્સ ઓફિસ કલેક્શન માંડ રૂ. 40 લાખ રહ્યું હતું.

ઓસ્કાર લાઇબ્રેરી શું છે?

વર્ષ 1928માં સ્થાપિત ઓસ્કાર લાઇબ્રેરી વિશ્વભરના ફિલ્મ નિષ્ણાતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંશોધનની સામગ્રી પૂરી પાડે છે. લોસ એન્જલસમાં આવેલી આ એકેડેમીનું સંચાલન એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ દ્વારા કરાય છે. અહીં પ્રસ્તુત સામગ્રી ત્યાં બેસીને જ વાંચવા માટે ઉપલબ્ધ છે અને તેની પર કડક દેખરેખ પણ રખાય છે, જેથી અહીંની સામગ્રી ચોરાય નહીં.  આ લાઇબ્રેરીમાં લોકો ડિજિટલ માહિતીનો પણ લાભ લઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post