• Home
  • News
  • આજનો ઈતિહાસ:આજે જ ભારતમાં વચગાળાની સરકારે ચાર્જ સંભાળ્યો હતો; 53 વર્ષ પહેલા અમેરિકામાં પહેલા ATM મશીને કામ શરૂ કર્યું હતું
post

કેમિકલ બેન્કની ન્યૂયોર્ક બ્રાન્ચમાં પહેલી વખત ATM મશીનની શરૂઆત થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 12:14:38

આજના જ દિવસે 1946માં બંધારણ સભાએ ભારતની વચગાળાની સરકાર બનાવી હતી. આ જ સરકારે 15 ઓગસ્ટ 1947 સુધી દેશનું કામકાજ સંભાળ્યું હતું. વચગાળાની સરકારમાં પણ પ્રશાસનિક મશીનરી વાઈસરોયને રિપોર્ટ કરતી હતી. ઓગસ્ટ 1946માં કોંગ્રેસે વચગાળાની સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો જેથી બ્રિટિશ સરકાર પાસેથી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાને કોઈ પણ મુશ્કેલી વગર આગળ વધારી શકાય. વચગાળાની સરકારે 2 ઓગસ્ટ 1946થી કામ શરૂ કર્યું હતું.

વચગાળાની સરકારમાં સરકારના ત્રણ મુસ્લિમ સભ્યો સહિત 12 સભ્ય હતા. આવું પહેલી વખત બન્યું હતું, જ્યારે ભારતમાં ભારતીયોની સરકાર હતી. મુસ્લિમ લીગે આમા પાંચ સભ્યોની નિમણૂક કરી હતી, જે 6 ઓક્ટોબરે આમા જોડાયા હતા.

53 વર્ષ પહેલા ATMથી વિડ્રોલ શરૂ થયું
આજે આપણે ચાર રસ્તા પર ATM જોઈએ છીએ. પણ ઘણા વર્ષો પહેલા આવું નહોતું. 1696માં અમેરિકાના કેમિકલ બેન્કની ન્યૂયોર્ક બ્રાંચે પહેલું ATM મશીનને રોકવિલ સેન્ટરમાં લગાવ્યું હતું. આનાથી માત્ર કેશ મળતા હતા, રિસિપ્ટ નહોતી મળતી. કેમિલકલ બેન્કે જાહેરાત આપી હતી કે, 2 સપ્ટેમ્બરે અમારી બેન્ક 9 વાગ્યે ખુલશે અને ક્યારે પણ બંધ નહીં થાય. સ્કોટલેન્ડના જોન શેફર્ડ બેરને 1967માં પહેલું ATM મશીન બનાવ્યું હતું. જોન ઈચ્છતા હતા કે પિન 6 ડિઝીટનો હોય, પણ પત્નીએ કહ્યું કે, ચાર ડિઝીટ પૂરતા છે. વધુ ડિઝીટ હશે તો યાદ રાખવું મુશ્કેલ બની જશે. ત્યારે જોને પિન ચાર આંકડાઓનો કરી દીધો, જે આજે પણ ચલણમાં છે.

20 વર્ષ પહેલા અમેરિકામાં કેટરીના નામનું ભયાનક તોફાન આવ્યું હતું
2005
માં આવેલું કેટરીના તોફાન અમેરિકન ઈતિહાસનું ત્રીજું સૌથી ભયાનક તોફાન હતું, જેને ઓછામાં ઓછા 1500 લોકોના જીવ લીધા હતા. કેટરીના તોફાનમાં મિસિસિપીના કાંઠા પર 25થી 28 ફુટ ઊંચા મોજા ઉછળ્યા હતા. સામાન્ય રીતે માનવામાં આવે છે કે મિનિમમ કેટેગરી વાળા તોફાન વધુ નુકસાન નથી પહોંચાડતા, પણ કેટેગરી-3નું તોફાન વધુ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ કેટેગરી-3નું તોફાન આવ્યા પછી કેટરીનાએ 108 અબજ ડોલરથી વધુ સંપત્તિનું નુકસાન પહોંચાડ્યું હતું.

ઈતિહાસના પાનાઓમાં આજના દિવસે આ ઘટનાઓનો પણ ઉલ્લેખ છે

·         1573ઃ મુગલ સમ્રાટ અકબરે ગુજરાત ફતેહ કર્યું હતું

·         1515- ફ્રાન્સના રાજા લુઈ14માંનું મોત થયું, તેમણે કુલ 72 વર્ષ સુધી શાસન કર્યું

·         1798- અંગ્રેજોએ હૈદરાબાદના નિઝાન સાથે સમજૂતી કરી

·         1926- ઈટલી અને યમનમાં સમજૂતી હેઠળ લાલ સાગર કાંઠા પર ઈટલીનું રાજ થયું

·         1945- જાપાને હાર સ્વીકારી અને 6 વર્ષ સુધી ચાલેલું બીજુ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું

·         1962- સોવિયત સંઘ ક્યૂબાને હથિયાર આપવા માટે રાજી થયું

·         1970- નાસાએ ચંદ્ર પર જવા માટે પોતાના બે અપોલો મિશનને કેન્સલ કરી દીધા

·         1992- અમેરિકા અને રશિયા અંતરિક્ષ સ્ટેશનના નિર્માણ માટે સંયુક્ત ઉપક્રમ બનાવવા માટે સહમત થયા

·         1999- ભારતીય તરણવીર બુલા ચૌધરી ઈંગ્લિશ ચેનલ બે વખત પાર કરનાર પ્રથમ એશિયન મહિલા બન્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post