• Home
  • News
  • સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં ક્રિતિ સેનન કામ કરે તેવી શક્યતા
post

આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 10:42:28

મુંબઈઃ સલમાન ખાનની ગયા વર્ષેદબંગ 3’ રિલીઝ થઈ હતી. હાલમાં સલમાન ખાનરાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આવતા વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. સલમાને થોડાં સમય પહેલાં કભી ઈદ કભી દિવાલીની જાહેરાત કરી હતી. ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાના છે. હવે ચર્ચા છે કે ફિલ્મમાં ક્રિતિ સેનન લીડ રોલમાં જોવા મળશે.

લીડ એક્ટ્રેસને લઈ કોઈ ખુલાસો કર્યો નથી

ચર્ચા છે કેકભી ઈદ કભી દિવાલીમાં સલમાનની સાથે ક્રિતિ સેનનને લેવામાં આવશે. જોકે, મેકર્સે હજી સુધી લીડ એક્ટ્રેસના નામને લઈ કોઈ ખુલાસો કર્યો નથી. નવાઈની વાત છે કે ક્રિતિએ સાજીદ નડિયાદવાલાની ફિલ્મહિરોપંતીથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઉપરાંત ક્રિતિબચ્ચન પાંડેમાં કામ કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરે છે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યાં છે.

પ્લોટ હજી સુધી જાહેર કર્યો નથી
ફિલ્મકભી ઈદ કભી દિવાલીના પ્લોટને તથા સલમાનના પાત્રને લઈ કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કેરાધેઃ યોર મોસ્ટ વોન્ટેભાઈને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે. માનવામાં આવે છે કે ફિલ્મ સા.કોરિયન ફિલ્મ આઉટલોઝની હિંદી રિમેક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post