• Home
  • News
  • Karan Mehra Arrested: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના ચાહકોને લાગશે જબરદસ્ત મોટો આંચકો, આ અભિનેતાની ધરપકડ
post

જાણીતા ટીવી અભિનેતા કરણ મેહરાની મુંબઈ પોલીસે ગત રાતે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ અભિનેતા અને તેની પત્ની નીશા રાવલ વચ્ચે અણબનાવ હતો જે આ હદે પહોંચી ગયો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-01 10:16:27

મુંબઈ: જાણીતા ટીવી અભિનેતા કરણ મેહરાની મુંબઈ પોલીસે ગત રાતે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ અભિનેતા અને તેની પત્ની નીશા રાવલ વચ્ચે અણબનાવ હતો જે આ હદે પહોંચી ગયો. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ અભિનેતા હાલ ગોરેગાવ પોલીસ સ્ટેશન છે અને મુંબઈ પોલીસ તેનું નિવેદન રેકોર્ડ કરી રહી છે. 

મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ અભિનેતાની પત્ની અને અભિનેત્રી નીશા રાવલે પતિ કરણ મેહરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કેસ દાખલ થયો છે. એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસથી કરણ મેહરા અને પત્ની નીશા રાવલનું લગ્ન જીવન વિખવાદમાં હતું. એમ પણ કહેવાય છે કે કપલે સમસ્યાઓ ઉકેલવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી નહી ઉપરથી સ્થિતિ વણસવા લાગી હતી. કરણ મહેરા હાલ અનેક પંજાબી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. બંનેને 4 વર્ષનો એક પુત્ર પણ છે. 

કરણ મેહરા અને નીશા રાવલ વચ્ચેનો આંતરિક વિખવાદ આ હદે પહોંચી જશે તેવી કોઈને આશા નહતી. કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તેઓ એક આદર્શ કપલ કહેવાતા હતા. કરણ મહેરા યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, મૈ લક્ષ્મી તેરે આંગન કીમાં કામ કરી ચૂક્યો છે. નીશા અને કરણે 6 વર્ષ ડેટિંગ કર્યા બાદ 24 નવેમ્બર 2012ના રોજ લગ્ન કર્યા હતાં અને 2017માં તેમના ત્યાં બાળકનો જન્મ થયો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post