• Home
  • News
  • કાશ્મીર મુદ્દે સમજૂતી નહીં થાય: સેના પ્રમુખ બાજવા
post

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 13:10:23

મોસ્કો: પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય. અમે અમારી માતૃભૂમિની રક્ષા કરવા માટે કોઈ પણ દુ:સાહસ અથવા આક્રમકતાને નિષ્ફળ કરવા માટે સક્ષમ અને સંપૂર્ણ રીતે તૈયાર છીએ. બીજી બાજુ રશિયાએ કહ્યું છે કે, તેમને યુએનમાં આ મુદ્દે વાત કરવામાં કોઈ રસ નથી.

બાજવા નિયંત્રણ રેખા અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પાટનગર મુજફ્ફરાબાદની સૈન્ય હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સૈનિકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ આ વાતને અમારી કમજોરી ના સમજતા.

ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના આ નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને તેમના રાજકીય સંબંધો ઓછા કરીને ભારતીય એમ્બેસેડરને પણ પરત મોકલી દીધા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રશિયાના વાઈસ એમ્બેસડર રોમન બાબુશ્કિનએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે અમારી સ્થિતિ ખૂબ સ્પષ્ટ છે. શિમલા સમજૂતી અને લાહોર ઘોષણા પત્ર પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ મુદ્દો દ્વિપક્ષીય આધારથી સોલ્વ કરવો જોઈએ. ચીને તાજેતરમાં જ કાશ્મીર મુદ્દા વિશે યુએનમાં એક બેઠક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાએ ચીનના બેઠક બોલાવવાના પ્રસ્તાવને નકારી દીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post