• Home
  • News
  • Z+સિક્યોરિટીમાં રોફ જમાવતો કિરણ કસ્ટડીમાં:કાશ્મીરની ખુલ્લી હવામાં ઊડતા મહાઠગને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ
post

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-08 17:11:12

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડનારાં કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો. હવે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મહાઠક કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યો છે. કિરણ પટેલને મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે કોર્ટ રૂમ નંબર 11માં લાવવામાં આવ્યો છે. જોકે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

આ પહેલાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં મહાઠગની કાશ્મીરમાં ટ્રાન્સફર વોરંટથી કરાયેલી ધરપકડ અને અમદાવાદ લાવ્યા એ અંગે માહિતી આપવામાં આવી હતી.

પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના ગુનામાં ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં બે આરીપી હતા. કિરણ જગદીશભાઈ પટેલ અને બીજા તેમના પત્ની માલિની પટેલ. આ અગાઉ માલિનીબહેન પટેલને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર જેલમાં હતા. એના કોર્ટના હુકમના આધારે જમ્મુ-કાશ્મીર જેલમાંથી કાલે તેમનો કબ્જો લઈ વાયા રોડ તેમને લાવી કાલે ત્રણ વાગે એરેસ્ટ કરવામાં આવ્યા છે.

મેડિકલ ચેકઅપ પછી, લોકલ કોર્ટમાં તેમને હાજર કરી રિમાન્ડની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. કિરણ પટેલ વિરૂદ્ધ કુલ પાંચ ગુના પ્રથમ દૃષ્ટિએ નોંધાયા છે. સાથે જ જે બંગલો પચાવી પાડવાનો મામલો છે. તેમાં રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. ત્યારે કિરણ પટેલ વિરૂદ્ધ અલગ અલગ જગ્યાએ કેસ નોંધાયા છે. જેમકે બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યાએ એમની વિરૂદ્ધ નેગોસિએબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયા છે.

રોફ જમાવવા PMOના અધિકારી તરીકે ઓળખ આપતો
કિરણ પટેલ PMOના અધિકારી તરીકે ઓળખ આપતો હોવાના મામલે માંડલિકે ઉમેર્યું કે, એ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવે છે. મોટો રાજકીય વગ ધરાવે છે. એવી ખોટી રીતે લોકોને ઓળખાણ આપી, ખોટો દેખાવો ઉભો કરી, લોકો સાથે છેતરપિંડી કરે છે. કિરણ પટેલ સામે અન્ય અરજી કે ફરિયાદો છે, એની પ્રાથમિક તપાસ કરી એમાં તથ્ય જણાઈ આવે તો, એના વિરૂદ્ધ અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એની પ્રોપર્ટી તમામની તપાસ કરવાની છે.

ખરેખર ડોક્ટર છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે
કિરણ તેના નામની આગળ ડોક્ટર પણ લખાવતો હતો કે એ મુદ્દે પ્રશ્નનો ઉત્તર આપતા માંડલિકે જણાવ્યું કે પોતે કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવે છે. ત્યાર બાદ તે એક એડ કંપનીમાં પણ કામ કરતો હોવાનું જણાવે છે, સાથે જ તેને વિદેશમાં પણ નોકરી કરી હોવાનું જણાવ્યું હતુંસ પરંતુ તેનું સત્ય શું છે? એની જાણ નથી. આ તમામ મુદ્દાની તપાસ કરવામાં આવશે. જો તેની કોઈ ડીગ્રી ખોટી હશે, તો તેના વિરુદ્ધ અલગથી ગુના દાખલ કરવામાં આવશે.

બંગલો પચાવવા અન્ય કોણ સામેલ તેની તપાસ થશે
રિમાન્ડ મેળવવાના મહત્ત્વના મુદ્દા અંગે તેમણે ઉમેર્યું કે, બીજી કંઈ-કંઈ જગ્યાએ તેને ગુનો કર્યા છે? જે બંગલો પચાવી પાડ્યો છે, તેમાં તેને શું શું કર્યું હતું? કેવી રીતે પચાવી પાડ્યો? તેના પૈસા ક્યાંથી આવ્યા? તેમાં 35 લાખ છે, જે ફરિયાદી પાસે લીધા છે, એનો ક્યાં-ક્યાં ઉપયોગ કર્યો છે? સાથે જ એને જે ખોટી ઓળખાણ આપી છે. એને શું શું આધાર પૂરાવા, ખાટો આધાર પૂરાવા ભેગા કર્યા છે? એ બધું તપાસ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post