• Home
  • News
  • ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ: ચોંકાવનારું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
post

પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-29 13:35:10

અમદાવાદ: ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો કરવામાં આવ્યો છે. કિશન ભરવાડની હત્યાનો પ્લાન જમાલપુરમાં બન્યો હતો. આ સિવાય આરોપી ઐયુબને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેને લઇ પોલીસ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરશે. આ સિવાય ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ સામે ચોંકાવનારું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જેમા પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે.

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

આ કેસમાં વડોદરાનો વિવિધ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. જેમા ભાજપના કોર્પોરેટર સહિત આગેવાનો જોડાયા છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય એવી માંગ કરવામાં આવી છે. તેમજ શિવસેનાના કાર્યકરો પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણની, તેમજ મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post