• Home
  • News
  • ક્રિતી ખરબંદા અને પુલકિત સમ્રાટે છાનીમાની સગાઈ કરી લીધી!:કપલ રિંગ સાથે પોઝ આપતા જોવા મળ્યા, મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું
post

સલમાનની રાખી બહેન સાથે પુલકિતના લગ્ન થયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 17:01:16

બોલિવૂડના લોંગ ટાઈમ કપલ પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદા સગાઈના સમાચારથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કપલની કેટલીક તસવીરો ચર્ચાનો વિષય બની છે, જેમાં બંને પોતાની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, હજુ સુધી બંનેએ સગાઈ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી.

ક્રિતી અને પુલકિતની નજીકની મિત્ર રિયા લુથરાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પેજ પર ફેમિલી ગેટ-ટુગેધરની કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં પુલકિત અને ક્રિતી તેમના મિત્રો અને પરિવાર સાથે પોઝ આપતાં જોવા મળે છે. પ્રથમ તસવીરમાં પુલકિત ક્રિતીને ગળે લગાવી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં બંને પોતપોતાની વીંટી પહેરતા જોવા મળે છે.

હાલમાં, પુલકિત કે ક્રિતી બંનેમાંથી કોઈએ સગાઈ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, જો કે જ્યારે તસવીરો વાઇરલ થઇ છે ત્યારે દરેક તેમને અભિનંદન આપી રહ્યા છે. આ ફંક્શનમાં ક્રિતીએ ગોલ્ડન બોર્ડર સાથે પીકોક બ્લૂ સૂટ પહેર્યો હતો, જેની સાથે તેમણે કોન્ટ્રાસ્ટ બેબી પિંક ચુનરી પેયર કરી હતી. જ્યારે પુલકિતે સફેદ અને કાળો પ્રિન્ટેડ કુર્તા પહેર્યા છે.

પુલકિત સમ્રાટ અને ક્રિતી છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને 'તૈશ', 'પાગલપંતી' અને 'વીરે દી વેડિંગ' ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. 2019થી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને છેલ્લા કેટલાક વર્ષોથી સાથે રહે છે.

સલમાનની રાખી બહેન સાથે પુલકિતના લગ્ન થયાં હતાં

પુલકિત સમ્રાટે 3 નવેમ્બર 2014ના રોજ સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. આ જ કારણ હતું કે સલમાને પોતે પુલકિતની ડેબ્યૂ ફિલ્મ 'બિટ્ટુ બોસ'નું પ્રમોશન કર્યું હતું. લગ્નના થોડા સમય બાદ પુલકિતનું નામ યામી ગૌતમ સાથે જોડાયું, જેના કારણે 2015માં તેમના લગ્ન તૂટી ગયા. પુલકિત અને યામીનું પણ 2018માં બ્રેકઅપ થયું હતું.

વર્ક ફ્રન્ટની વાતકરવામાં આવે તો પુલકિત ટૂંક સમયમાં ફિલ્મ 'સુસ્વગતમ ખુદામદી'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ક્રિતી આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ 'રિસ્કી રોમિયો'માં જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post