• Home
  • News
  • ‘કુમકુમ ભાગ્ય’ ફેમ એક્ટ્રેસ શિખા સિંહ પ્રેગ્નન્ટ, લોકડાઉનને કારણે પરિવારથી દૂર
post

ફોટોમાં કપલની સાથે તેમનું પાલતું ડોગ પણ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:34:23

મુંબઈ: કુમકુમ ભાગ્યફેમ ટીવી એક્ટ્રેસ શિખા સિંહ પ્રેગ્નન્ટ છે. શિખા અને તેના પતિ કરણ સિંહનું આ પહેલું બાળક હશે. શિખા અને કરણે 2016માં લગ્ન કર્યાં હતાં. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણ ફની રીતે કરી હતી. ફોટોમાં કપલની સાથે તેમનું પાલતું ડોગ પણ હતું. કેપ્શનમાં લખ્યું હતું કે, અમે: યેય. ગોકુ: નો, શાંતિ છીનવાઈ જશે.

શિખાએ જણાવ્યું હતું કે, તેમનું બાળક જૂનમાં આવશે. તેણે ઉમેર્યું કે મારો પતિ પાયલોટ છે અને લોકડાઉનને કારણે તે ઘરે છે બાકી તો તે ટ્રાવેલ કરતો હોત. શિખાનું કહેવું હતું કે, તેણે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી લીધી હતી કે તે એપ્રિલથી તેની પ્રેગ્નનન્સીને કારણે બ્રેક લેશે પણ આ કોરોના વાઇરસને કારણે તે માર્ચથી રજા પર જ છે. 

શિખાએ એવું પણ કહ્યું કે, તેનો પરિવાર મુંબઈ આવવાનો હતો જેથી તેઓ ડિલિવરી સમયે તેની સાથે રહી શકે પણ હવે તે પોસિબલ નથી. મારા મમ્મી અને મારી બહેન હરિયાણાથી આવવાના હતા. અમે ડોક્ટરના સતત સંપર્કમાં છીએ. તેઓ અમને આ સમય દરમ્યાન કઈ રીતે કાળજી રાખવી તેના ઓનલાઇન ક્લાસિસ આપી રહ્યા છે.