• Home
  • News
  • અમેરિકામાં નર્સ તથા મેડિકલ સ્ટાફના અભાવ- ન્યૂયોર્કમાં સ્વાસ્થ્યકર્મીઓનું કામ કૂક, ગાર્ડ અને સફાઈ કર્મચારી કરી રહ્યાં છે
post

ટ્રમ્પની ફરી ગુલાંટ, હવે કહ્યું 1 લાખ લોકો જીવ ગુમાવી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:11:27

ન્યૂયોર્ક: અમેરિકા કોરોના વાઈરસની મહામારીની લપેટમાં છે અને ન્યુયોર્ક તેનું એપીસેન્ટર છે. અહીંની હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓની અછત વર્તાઈ રહી છે. સ્થિતિ એવી છે કે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં હવે કોરોના દર્દીઓની સારવાર માટે નોન-મેડિકલ સ્ટાફની મદદ લેવાઈ રહી છે. તેમાં કૂક, રિસેપ્શનિસ્ટ, સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ સામેલ છે જેમને દર્દીઓના બેડ ચેક કરવાની સાથે તેમનો મેડિકલ રેકોર્ડ પણ રાખવાની જવાબદારી સોંપાઈ છે. તે દર્દીઓની સારવારમાં મદદ પણ કરી રહ્યાં છે. આ જ કર્મચારીઓ દર્દીના સંબંધીઓના હોસ્પિટલમાં આવતા ફોન કોલ પણ રિસીવ કરે છે. તેમાંથી અનેક ચેપને કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે. 


એનિડા બિકોટ કહે છે કે તમે દર સાંજે 7 વાગ્યે લોકોને બહાર નીકળી તાળીઓ વગાડતા જોશો પણ આ ફક્ત ડૉક્ટરો અને નર્સો માટે છે ન કે તેમના માટે જે સફેદ કપડાં નથી પહેરતાં પણ તેમ છતાં હોસ્પિટલોમાં કામ કરી રહ્યાં છે. એનિડાના પતિ એડવર્ડ બિકોટ ચેપને કારણે ગત મહિને જ મૃત્યુ પામી ગયા હતા. તે બ્રુકલિન હોસ્પિટલ સેન્ટરમાં સ્ટ્રેચર અને વ્હિલચેરથી દર્દીઓને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા. એડવર્ડ એ 32 હોસ્પિટલ કર્મચારીઓ પૈકી એક હતા જે ન્યુયોર્કમાં ચેપગ્રસ્ત થવાને કારણે મૃત્યુ પામ્યા. 


તાજેતરના આંકડા અનુસાર ન્યુયોર્કની હોસ્પિટલોમાં કામ કરનારા 79 ટકા નોન મેડિકલ સ્ટાફ ડૉક્ટર અને નર્સોનું મદદ કરી રહ્યું છે. ઈમરજન્સી રૂમમાં કામ કરનાર નર્સોને એન-95 માસક અપાયા છે પણ નોન મેડિકલ સ્ટાફ માટે તે ઉપલબ્ધ નથી. હોસ્પિટલ કર્મચારી યુનિયન અનુસાર અમારી પાસે સુરક્ષા માસ્ક કે ગ્લવ્સ જેવા સાધન નથી કેમ કે આ ડૉક્ટરો અને નર્સોને પહેલાં અપાય છે. યૂનિયનના અધ્યક્ષ કાર્મેન ચાર્લ્સ કહે છે કે ન્યુયોર્કની હોસ્પિટલોમાં 8500 નોન મેડિકલ સ્ટાફ કામ કરે છે જે ખતરામાં છે. કોર્મેન અનુસાર આ યોગ્ય છે કે હાલના સમયે અમારી જરૂર છે પણ કઈ કિંમતે? નોન મેડિકલ સ્ટાફના વિરોધને જોતાં અમુક હોસ્પિટલોમાં સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ કરાવાયા છે પણ હજુ તેની સંખ્યા નહિંવત પ્રમાણમાં છે. 


ટ્રમ્પની ફરી ગુલાંટ, હવે કહ્યું 1 લાખ લોકો જીવ ગુમાવી શકે છે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત મહિને કોરોનાથી 60 હજાર મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી હતી પણ હવે તેમના આ નિવેદનને તેમણે ફેરવી તોળ્યું. રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની ટાઉન હોલ બેઠકમાં તેમણે કહ્યું કે મહામારીને કારણે આપણે 75 કે 80 હજારથી 1 લાખ લોકોને ગુમાવીશું. આ ભયાવહ છે પણ અમે એક પણ જીવને ગુમાવવા માગતા નથી. તેની સાથે જ તેમણે ખુદનો બચાવ કરતાં કહ્યું કે જો અમે સમયસર કાર્યવાહી ન કરી હોત તો કદાચ આ આંકડો 10 લાખને પાર થઈ જાત. કદાચ 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હોત.

 
ટ્રમ્પનો નવો ચૂંટણી વાયદો વેક્સીન લાવીશું, સુરક્ષિત ભવિષ્ય આપીશું
અહીં ટ્રમ્પે મહામારીને જોતાં તેમના ચૂંટણી અભિયાનમાં કોરોના વેક્સીનને પણ સામેલ કરી લીધી છે. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અમે આગામી વર્ષ સુધી કોરોનાની વેક્સીન તૈયાર કરી લઈશું અને દરેક અમેરિકીને વાઈરસથી સુરક્ષિત કરીશું જેથી બધાને એક સુરક્ષિત ભવિષ્ય આપી શકીએ. ટ્રમ્પના આ નિવેદનને અમેરિકી મીડિયાએ નવા ચૂંટણી વાયદા તરીકે રજૂ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post