• Home
  • News
  • બંગાળમાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ:રેલી કરી સચિવાલય જતા રોકવા બેરિકેડ ઊભા કરાયાં, શુભેન્દુ-લોકેટની અટકાયત
post

ભ્રષ્ટાચાર મુદ્દો, વિધાનસભા સત્ર પહેલાં શક્તિ પ્રદર્શન

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-13 18:34:08

મંગળવારે કોલકાતામાં ભાજપે મમતા સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. આને સચિવાલય માર્ચ ('નબન્ના માર્ચ') નામ આપવામાં આવ્યું હતું. પોલીસે ભાજપના કાર્યકરોને સચિવાલય સુધી પહોંચવા દીધા ન હતા અને તેમને અધવચ્ચે અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જનો પણ સહારો લીધો હતો. શુભેંદુ અધિકારી, લોકેટ ચેટર્જી સહિત ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાડતા કહ્યું કે મમતા સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. આ રેલી તેની વિરુદ્ધ છે

ભાજપના અધિકારીએ કહ્યું કે, બંગાળના લોકો મમતા બેનર્જી સાથે નથી, તેથી તે બંગાળમાં ઉત્તર કોરિયા જેવી તાનાશાહી કરી રહી છે. દિલીપ ઘોષે બંગાળ પોલીસ પર તૃણમૂલ કાર્યકર્તાઓની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

·         અટકાયત દરમિયાન રાનીગંજ અને બોલપુરમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

·         ભાજપ કાર્યકર્તાઓએ શાંતિપુરમાં ટ્રેનમાં અર્પિતા અને પાર્થ ચેટર્જીનાં પોસ્ટર લહેરાવ્યાં અને પોસ્ટરમાં ચોર લખેલું હતું.

·         ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંતો મજમુદારની કોલકાતા પોલીસે હાવડા રેલવે સ્ટેશન પર જ અટકાયત કરી હતી.

3 તરફથી ઘેરાબંધીનું પ્લાનિંગ, સ્પેશિયલ ફોર્સ તૈનાત
ભાજપે સચિવાલયની ઘેરાબંધી માટે ત્રણ બાજુથી આયોજન કર્યું હતું. હાવડા રેલવે સ્ટેશનથી સુકાંતો મજમુદાર, સંતરાગાચીથી શુભેન્દુ અધિકારી અને સ્કોઈડથી દિલીપ ઘોષ સચિવાલય જવાના હતા, પરંતુ પોલીસે ત્રણેયને રોક્યા. બંગાળ પોલીસે નેતાઓની ધરપકડ કરવા માટે વિશેષ દળો તૈનાત કર્યાં હતાં.

ભ્રષ્ટાચાર મુદ્દો, વિધાનસભા સત્ર પહેલાં શક્તિ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં 14 સપ્ટેમ્બરથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ભાજપનું આ પ્રદર્શન શક્તિ પ્રદર્શન છે. પ્રદર્શનમાં ભાજપે બંગાળમાં તૃણમૂલ નેતાઓના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં તૃણમૂલના બે કદાવર નેતા પાર્થ ચેટર્જી અને અનુબ્રત મંડલ જેલમાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post