• Home
  • News
  • મોઈજ્જુની જેમ હવે બાંગ્લાદેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીએ શરૂ કર્યું 'ઈન્ડિયા આઉટ' અભિયાન
post

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ભવિષ્યમાં સત્તા પર આવે તો દેશમાં ભારતની દખલ ઓછી કરવાનો વાયદો પણ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-16 17:13:59

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની જેમ બાંગ્લાદેશની સૌથી પ્રમુખ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ખાલિદા ઝિયાની આગેવીનીમાં દેશમાં ભારત વિરોધી અભિયાન શરૂ કરી દીધી છે.  આ આંદોલનને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ઈન્ડિયા આઉટ.... નામ આપ્યુ છે. આ જ પ્રકારનુ અભિયાન માલદીવની ચૂંટણી પહેલા મોઈજ્જુએ ચલાવ્યુ હતુ. આ આંદોલનના સહારે માલદીવમાં મોઈજ્જુની પાર્ટીએ જીત પણ મેળવી હતી ત્યારે ખાલિદા ઝિયા પણ ભારત વિરોધી લોક જુવાળ ઉભો કરીને રાજકીય લાભ ખાટવા માંગે છે તેવુ દેખાઈ રહ્યુ છે. 

આ આંદોલન જો વધારે ભડકયુ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધો ભવિષ્યમાં બગડવાની શક્યતા છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ખાલિદા ઝીયાના પુત્ર તારિક રહેમાન અને  બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન આ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તારિક રહેમાન પર બાંગ્લાદેશમાં ઘણા કેસ ચાલી રહ્યા છે અને તેઓ હાલમાં લંડનમાં રહે છે. જ્યાંથી બેઠા બેઠા તેઓ બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી લાગણીઓ ભડકાવવા માટે હિલચાલ કરી રહ્યા છે. 

 બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ સોશિયલ મીડિયા પર ભારત વિરોધી અભિયાનની શરૂઆત પણ કરી દીધી છે અને બાંગ્લાદેશના સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ઉશ્કેરણીજનક સંદેશાઓ પણ વહેતા કરી દેવાયા છે. પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે કે, ભારત ક્યારેય બાંગ્લાદેશનુ મિત્ર નહોતુ. ભારતની સરકાર બાંગ્લાદેશને ખોખરૂ કરી રહી છે. 1971માં પણ ભારતીયો બાંગ્લાદેશની મદદ કરવા માટે નહીં પણ બંગાળીઓની કિમતી વસ્તુઓ લૂંટવા માટે આવ્યા હતા . બાંગ્લાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ અને દેશના વહિવટમાં ભારતની દખલગીરી ઓછી કરવી જોઈએ.  બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ભવિષ્યમાં સત્તા પર આવે તો દેશમાં ભારતની દખલ ઓછી કરવાનો વાયદો પણ કર્યો છે.  આ પાર્ટીની સ્થાપના સૈન્ય શાસક  ઝીયા ઉર રહેમાને 1978માં કરી હતી. તેમના મોત બાદ તેમના પત્ની ખાલીદા ઝિયા આ પાર્ટીના પ્રમુખ છે. તેઓ ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન પણ રહી ચુકયા છે.  બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પાકિસ્તાન સાથે નિકટતા માટે અ્ને ભારત વિરોધી વલણ માટે કુખ્યાત છે. 

adv

Related News

post
post
post
post
post
post
post